તાજા સમાચારગુજરાત

ગુજરાત બજેટ 2020-21: પૂરી થઈ ખેડૂતોની માંગણી, હવે સરકાર ખેડૂતોને દિવસે આપશે વીજળી

ગુજરાત બજેટ 2020-21: પૂરી થઈ ખેડૂતોની માંગણી, હવે સરકાર ખેડૂતોને દિવસે આપશે વીજળી

આજથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. સરકારે આ બજેટમાં ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે કુલ રૂ 13 , 917 કરોડની જોગવાઈ કરી છે. ઉપરાંત ખેડૂતોની જૂની માંગ સંતોષતા હવે દિવસે વીજળી આપવાનો નિર્ધાન કર્યો છે.ગુજરાત બજેટ 2020-21: પૂરી થઈ ખેડૂતોની માંગણી, હવે સરકાર ખેડૂતોને દિવસે આપશે વીજળી

નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું,  ગુજરાતની ભાજપ સરકારમાં ખેડૂતોને પૂરતા વીજ જોડાણ , સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે . હવે ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો અમે નિર્ધાર કર્યો છે . જેના ભાગરુપે હું નવી દિનકર યોજના જાહેર કરું છું . આ યોજનામાં આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા રૂ.3500 કરોડનું આયોજન છે . જે માટે રૂ.500 કરોડની જોગવાઈ કરાઈ છે.

આશરે એક લાખ કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂ.1489 કરોડની જોગવાઇ કરાઈ છે, ખેતીનો ખર્ચ ઘટાડવા ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠો પૂરો પાડવા માટે સબસિડી આપવા રૂ 7385 કરોડની જોગવાઈ કરાઈ છે. લોકપ્રિય સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત સોલર રૂફટોપ માટે સબસિડી આપવા માટે રૂ.912 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.