દેશUncategorized

દિલ્હી હિંસાની પળેપળની અપડેટ લઈ રહ્યા છે અમિત શાહ અને ડોભાલ, હિંસા કરનારાઓને જોતા જ ગોળી મારવાનો દિલ્હી પોલીસનો આદેશ

124views

દિલ્હીમાં હિંસાને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. દિલ્હીમાં હિંસા સાથે જોડાયેલી પળેપળની અપડેટ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ લઈ રહ્યા છે. દિલ્હીની હિંસાની અત્યાર સુધીમાં 20 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 200થી વધુ ઘાયલ છે.

દિલ્હીની સ્થિતિને કાબુમાં લેવા માટે ગૃહપ્રધાન અમિત શાહ છેલ્લા 24 કલાકમાં ત્રણ મોટી બેઠકો કરી ચૂક્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ મંગળવારની રાત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિનુ નિરીક્ષણ કરીને અમિત શાહને જાણકારી આપી છે. ગૃહપ્રધાને હિંસા ફેલવાનારા તત્વો સામે કડક એક્શન લેવાના આદેશ પણ આપી દીધા છે.

તો આ તરફ રાજધાનીના જાફરાબાદ અને મોંજપુરમાં હિંસા બાદ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પોલીસે હવે ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે. પ્રભાવિત તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોનો કાફલો ખડકી દેવાયો છે.