તાજા સમાચારદેશ

‘US-ઈન્ડિયા ટેક્સ ફોરમ’ થકી ભારત અમેરિકાના વ્યાપારીઓની દૂર થશે ટેક્સ સંબધિત ગૂંચવણ

139views

છેલ્લા કેટલાય સમયથી ભારત અને અમેરિકાના વ્યાપારીઓને ટેક્સ સંબધિત એનેક વિડંબણાઓ છે. ત્યારે વ્યાપારીઓને પડી રહેલી આ સમસ્યાના ઉકેલ માટે મોદી સરકાર એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઇ રહી છે. જેમાં 25 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ભારત સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ મંચ USISPF દ્વારા અમેરિકા-ઇન્ડિયા ટેક્સ ફોરમનો શુભારંભ કરવામાં આવશે.

બહુપક્ષીય અને એકપક્ષીય કર સંધિઓ વચ્ચે કર ​​નીતિની સંબંધી સદભાવ સુનિશ્ચિત કરવા માટે પણ આ મંચ સરકાર સાથે મળીને કામ કરશે. યુએસઆઈએસપીએફની સાથે ફેડરેશન ઓફ ઈન્ડિયન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI), ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF) પણ અમેરિકા-ભારત ફોરમનું આયોજન કરશે, જેમાં ભારત અને અમેરિકાના વર્તમાન અને ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ અને ખાનગી ક્ષેત્રના અગ્રણી નેતાઓ રજૂ થશે.

એક તરફ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે USISPF ના પ્રમુખ અને CEO મુકેશ અગીએ કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત નિઃશંકપણે વિશ્વના સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી વચ્ચેની વ્યાપારી અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે. 2019માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 12 ટકા વધીને 160 અબજ ડોલર થયો, જે બંને દેશોની મજબૂત વ્યાપારી ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે.