તાજા સમાચારગુજરાતદેશ

ગુજરાત સહિ 17 રાજ્યોમાં રાજ્યસભાની 55 બેઠકો માટે 26 માર્ચે મતદાન, ચૂંટણીપંચે કરી સત્તાવાર જાહેરાત

  • રાજ્યસભાની ચૂંટણી તારીખોની સત્તાવાર જાહેરાત
  • 17 રાજ્યોની 55 બેઠકો માટે ચૂંટણી
  • ગુજરાતની ચાર બેઠકોનો પણ સમાવેશ
  • 26 માર્ચે યોજાશે ચૂંટણી

એપ્રિલમાં મહિનામાં ખાલી પડતી રાજ્યસભાની 55 બેઠકો માટે ચૂંટણી પંચે તારીખોની સત્તાવાર જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યસભામાં 17 રાજ્યોની કુલ 55 બેઠકો માટે 26 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. 55 બેઠકો પૈકી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 7, તમિલનાડુમાં 6, પશ્ચિમ બંગાળ, બિહારમાં 5-5, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં 4-4 તેમજ રાજસ્થાન, ઓરિસ્સા અને મધ્યપ્રદેશમાં 3-3 બેઠકોનો સમાવેશ થાય છે.

  • રાજ્યસભામાં એનડીએની 106 બેઠકો

રાજ્યસભામાં ટોચના જે નેતાઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેમાં કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી, રામદાસ અઠાવલે, દિલ્હી ભાજપના નેતા વિજય ગોયલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ અને એનસીપી પ્રમુખ શરદ પવાર સામેલ છે. વર્તમાન સ્થિતિમાં રાજ્યસભામાં ભાજપ સહિત એનડીએના સભ્યોની સંખ્યા કુલ 106 છે જેમાંથી એકલા ભાજપના 82 સભ્યો છે.

  • ગુજરાતમાં 4 બેઠકો માટે ચૂંટણી

કેન્દ્રીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગુજરાતની ચાર બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે. જે માટે 6 માર્ચ જાહેરનામું બહાર પડશે 13 માર્ચે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ રહેશે. જ્યારે 16 માર્ચે ઉમેદવારી પત્રકોની ચકાણી થશે અને 18 માર્ચ સુધીમાં ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે. ગુજરાત સહિત 17 રાજ્યોની 55 બેઠકોનું પરિણામ પણ 26 માર્ચે સાંજે જ જાહેર કરાશે.

  • કયા ચાર સાંસદોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે ?

ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો જેમાં ભાજપના ચુની ગોહેલ, લાલસિંહ વાડોદીયા અને શંભુ  પ્રસાદ ટુંડિયા અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો રાજ્યસભાની કુલ 11 બેઠકો છે જેમાંથી 7 બેઠકો ભાજપ પાસે છે.

  • રાજ્યસભાની ચૂંટણીનું ગણિતImage result for gujarat vidhan sabha

ચારેય બેઠકોની ચૂંટણી એક સાથે થાય તો બન્ને ઉમેદવારોને સરખા પ્રેફરન્સ વોટ જોઈએ. એના માટે નિયત ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં ઉમેરીને એક સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક સંખ્યા આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઈએ. રાજ્યસભામાં 4 બેઠકો ખાલી પડશે જેમાં એક ઉમેરતા 5 થાય, હાલ 179 ધારાસભ્યો છે જેને 5 વડે ભાગતા 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 થયા જેને પૂર્ણાંક ગણતા 37 મતોની જરૂર રહે.