Uncategorized

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના ભવ્ય આયોજન બદલ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન, કહ્યુ મોટેરામાં સર્જાયો નવો ઈતિહાસ

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમ્યાન પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની કેમેસ્ટ્રી જોવા જેવી હતી. બન્ને જ નેતાઓ એક બીજાને ઉમળકાભેર મળ્યા.. મોટેરા સ્ટેડિયમમાં ઈતિહાસ રચાયો હોવાનુ જણાવતા પીએમ મોદીએ કહ્યુ કે અમેરિકાથી ભારત પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરી છે તે ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત છે.  તેમજ મોટેરા સ્ટેડિયમમાં શાનદાર આયોજન બદલ તમામ ગુજરાતીઓ અને બિન ગુજરાતીઓને પીએમ મોદીએ અભિનંદન પાઠ્વાય.Image result for motera stadium

નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લીડરશીપમાં ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે..આ પ્રસંગે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Image result for motera stadium