તાજા સમાચારગુજરાત

નમસ્તે ટ્રમ્પ: અમેરિકા ભારતને આપશે ધાતક હથિયારો, બન્ને રાષ્ટ્રો વચ્ચે થશે 21 હજાર કરોડથી વધુની મોટી ડિલ – ડોનાલ્ડ ટ્રમ્પ

179views

આજ રોજ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે છે. જેમાં તેમણે વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમ મોટેરાના સ્ટેડીયમમાં લોકોને સંબોધતા કહ્યું કે, પાકિસ્તાનનો આતંકવાદ ડામવા સાથે મળીને કામ કરીશું. સાથે જ કાલે અમેરિકા ભારત સાથે મોટી ડીલ કરવા જઇ રહી છે જેમાં અમેરિકા ભારતને ધાતક હથિયારો માટેની મોટી ડીલ કરશે.

આ સાથે ટ્રમ્પે કહ્યું કે, કાલે હું પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરીશ, જેમાં અમે અનેક ડીલ પર વાત કરીશું. ભારત અને અમેરિકા ડિફેન્સ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ, અમે ભારતને ટૂંક સમયમાં સૌથી ખતરનાક મિસાઇલ અને હથિયાર આપીશું. સાથે જ તેમણે ઉમેર્યું કે,  મોદીના નેતૃત્વમાં લોકો ગરીબીથી બહાર આવ્યા છે., મોટાભાગના ઘરોમાં લોકો ગેસથી ખાવાનું બનાવી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

અંતે ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પાકિસ્તાનનો આતંકવાદ ડામવા માટે ભારત સાથે મળીને કામ કરશે. સાથે જ  આ સ્ટેડિયમમાં જે લાખો લોકો ઉપસ્થિત છે ઈન્ડિયા તેમના હૃદયમાં ધડકે છે. આવો આપણે બંને દેશો મળી એક શક્તિશાળી નેતૃત્વના રૂપમાં આગળ વધે. ટ્રમ્પે God bless India, God bless America તથા Love You India કહીને પોતાનું ભાષણ પૂરું કર્યું.