તાજા સમાચારગુજરાત

અમદાવાદમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત સદાય યાદ રહેશે: અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

117views

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમ્યાન સમગ્ર વિશ્વની નજર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અને પીએમ મોદીના સંબોધન પર ટકેલી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખે તેમની સ્પીચની શરૂઆતમાં જ નમસ્તેથી શરૂઆત કરતા લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધા. અમેરિકન રાષ્ટ્રમુખે જણાવ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે અને હંમેશા ભારતનું ઈમાનદાર તેમજ નિષ્ઠાવાન દોસ્ત બની રહેશે.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમ્યાન ભવ્ય રોડ શો અને એક લાખ કરતા વધુ લોકોની હાજરીમાં કરાયેલુ ભવ્ય સ્વાગત સદાય યાદ રહેશે તેમ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું.

પોતાની સ્પીચ દરમ્યાન તેમણે પીએમ મોદીએ કેવી પરિસ્થિતિમાંથી ઉપર ઉઠ્યા અને મોદી સરકારના શાસનમાં ભારતે કેવી કેવી સિદ્ધિઓ મેળવી તેના વિશે પણ જણાવ્યું.