Uncategorized

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતથી કોંગ્રેસ દુખી કેમ છે ? – સંબિત પાત્રા

61views

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ સામે સવાલો ઉઠાવીને કોંગ્રેસે પોતાની માનસિક્તા છતી કરી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ કાર્યક્રમ પાછળ થનારા ખર્ચ સામે સવાલ ઉઠાવ્યો. જેની સામે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધી રહ્યું છે તો કોંગ્રેસ દુખી કેમ છે. ભાજપે કહ્યુ કે જે પ્રકારના કરારો ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહ્યા છે તે અંગે યુપીએ સરકાર વિચારી પણ શક્તી ન હતી.

ભાજપે સવાલ કર્યો કે ટ્રમ્પની ભારત મુલાકાત એ વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી વચ્ચે ઐતિહાસિક પડાવ સમાન છે. એવામાં કોંગ્રેસને ખુશી કેમ નથી થતી. વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધી રહ્યું છે અને બીજી તરફ કોંગ્રેસ નાખુશ છે.  ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ટ્રમ્પની આ મુલાકાત માઈલ સ્ટોન સાબિત થશે. સમગ્ર દેશ જે મુલાકાત પર ગર્વ કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસે સવાલ ઉઠાવવાનો બદલે આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે તેમ સંબિત પાત્રાએ જણાવ્યું. સાથે જ સવાલ પણ કર્યો કે શું 10 જનપથ મનમોહન સિંહનો એ દબદબો થવા દેતો જે આજે પીએમ મોદીનો આંતરરાષ્ટ્રીય નેતાઓ વચ્ચે છે.

સાંભળો સંબિત પાત્રાએ કોંગ્રેસને શું જવાબ આપ્યો