Uncategorized

જૂઓ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો હરતો ફરતો અભેદ્ય કિલ્લો

81views

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 36 કલાકના ભારત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સૌથી મહત્વનો મુદ્દો ટ્રમ્પની સુરક્ષાનો બન્યો છે. અને તેની પાછળ વ્યાપક પ્રમાણમાં ખર્ચો પણ થઈ રહ્યો છે જોકે કેટલો ખર્ચ થયો તે  અંગે સત્તાવાર કોઈ આંકડા જાહેર કરતું નથી. અમેરિકન રાષ્ટ્રપતિની સુરક્ષા માટે તમામ ઉપકરણો પાંચ સી-17 ગ્લોબ માસ્ટર હરક્યુલિસ વિમાન દ્વારા ભારત પહોચ્યા છે..ટ્રમ્પના કાફલામાં એરફોર્સ વન, બીસ્ટ, શેવરલે સબ અર્બન, રોડ રનર અને સપોર્ટ વાહનનો સમાવેશ થાય છે. વીડિયોમાં જોઈએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કેવો છે હરતો ફરતો અભેદ્ય કિલ્લો