તાજા સમાચારદેશ

America’s Got Talentમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યુ ભારતીય ડાન્સગ્રુપ, 40 દેશોના ટેલેન્ટને આપી ટક્કર

85views

એ વાતમાં કોઈ બે મત નથી કે વૈશ્વિક સ્તરે ભારતીય ટેલેન્ટનો ડંકો વાગી રહ્યો છે. આ વખતે સુપ્રસિદ્ધ અમેરિકન ટેલેન્ટ શો America’s Got Talentની 15મી સિઝન ભારતના નામે રહી છે. મુંબઈના ડાન્સ ગ્રુપ વી. અનબિટેબલે ફાઈનલ રાઉન્ડમાં ધમાકેદાર પર્ફોમન્સ આપીને ચેમ્પિયન બન્યુ. ગૌરવલેવા જેવી વાત એ છે કે સૌ પ્રથમ વખત કોઈ ભારતીય ગ્રુપને આ ખિતાબ મળ્યો છે. ડાન્સ ગ્રુપના કેપ્ટને કહ્યુ કે આ માત્ર તેમના માટે જ નહી પરંતુ સમગ્ર દેશ માટે ગર્વ લેવા જેવી વાત છે અને સમગ્ર દેશમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે.

 

આ શોમાં ભારતીય ડાન્સ ગ્રુપની ટક્કર વિશ્વના 40 દેશોના ટેલેન્ટ ગ્રુપ સાથે હતી. જેમાં કોઈ મ્યુઝીશયન હતા, તો કોઈ જાદુગર તો કોઈક જિમ્નાસ્ટ હતા. ભારતમાં ડાન્સ શો ડાન્સ પ્લસ 4માં આ ગ્રુપ ચોથા ક્રમે રહ્યું હતુ. ટીમના જણાવ્યા પ્રમાણે સામાન્ય દિવસોમાં તેઓ દરરોજ સાતથી આઠ કલાક પ્રેક્ટિસ કરે છે. જોકે ડાન્સ ઈન્ડિયા અને અમેરિકા ગોટ ટેલેન્ટ જેવા શો માટે ગ્રુપે દિવસની 17-17 કલાક પ્રેક્ટિસ કરી હતી જેનું આ પરિણામ છે.