Uncategorized

યુપીના સોનભદ્રમાં 12 લાખ કરોડ રૂપિયાના સોનાના ભંડારથી દેશની ઈકોનોમીને મળશે ગોલ્ડન ટચ

ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં સોનાનો ભંડાર મળતા આ જિલ્લો અચાનક લાઈમલાઈટમાં આવી ગયો છે. આ જિલ્લામાંથી 3 હજાર ટનથી વધારે સોનાનો ભંડાર મળ્યો છે. જેની પુષ્ટી પણ થઈ ચૂકી છે. અંદાજ એવો લગાવાઈ રહ્યો છે સોનાના આ ભંડારથી દેશની ઈકોનોમીની દશા અને દિશા બદલાઈ શકે છે.

ગોલ્ડ રિઝર્વમાં ભારત ટોપ-3માં સામેલ થશે

સોનભદ્રના સોનાથી ભારતનું ગોલ્ડ રિઝર્વ પાંચ ગણુ વધી જશે. અલબત્ત વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની રિપોટ્ પ્રમાણે ભારત પાસે અત્યારે અંદાજે 626 ટન સોનાનો ભંડાર છે. હવે આ સોનાનો ભંડાર ઉમેરાતા ભારત ગોલ્ડ રિઝર્વની બાબતમાં દૂનિયાના ટોપ-3 દેશોમાં સામેલ થઈ જશે.

સોનાની આયાતમાં ઘટાડો થશે

સોનભદ્રમાં સોનાના ભંડારનો સૌથી મોટો ફાયદો સોનાની આયાત સામે જોવા મળી શકે છે. એવી સંભાવના છે કે આગામી સમયમાં ભારત સોનાની આયાત ઓછી કરી દેશે. અત્યાર સુધીમાં વિશ્વમાં ભારત સૌથી વધુ સોનાની આયાત કરે છે. કારણ કે દેશમાં જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝની ડિમાન્ડને પહોંચી વળતા માટે સોનાની આયાત વધુ થાય છે.

વ્યાપાર ખાદ્યમાં ઘટાડાથી દેશને ફાયદો થશે

સરકારી આંકડા પ્રમાણે ભારતની વાર્ષિક સોનાની આયાત 800થી 900 ટન છે. અને જો મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો ગોલ્ડ આયાતનું મૂલ્ય લગભગ 33 અબજ ડોલર થાય છે. આયાત ઓછી થાય એટલે તેનો અર્થ એ થયો કે વ્યાપાર ખાદ્યમાં પણ દેશને રાહત મળશે. મહત્વનું છે કે વર્ષ 2019-20માં એપ્રિલથી નવેમ્બર દરમ્યાન સોનાની આયાતમાં ઘટાડાથી વ્યાપાર ખાદ્ય ઘટીને 106.84 અબજ ડોલર રહી જે એક વર્ષ પહેલા સમાન સમય ગાળામાં 133.74 અબજ ડોલર હતી.

5 ટ્રિલિયન ઈકોનોમીનો ટાર્ગેટ હાંસલ થશે

સ્વાભાવિક છે કે વ્યાપાર ખાદ્યમાં ઘટાડાથી સરકારી ખજાનામાં નાણાંની બચત થશે અને રાજકોષીય ખાદ્યમાં સુધારો થશે. આવી સ્થિતિમાં દેશના જીડીપી ગ્રોથ રેટમાં પણ સુધારો થશે. અને જો જીડીપી ગ્રોથ રેટમાં સતત સુધારો ચાલુ જ રહેશે તો મોદી સરકાર વર્ષ 2025 સુધીમાં 5 ટ્રિલિયન ઈકોનોમીનો ટાર્ગેટ પણ હાંસલ કરી શકશે.