તાજા સમાચારદેશUncategorized

કોંગ્રેસની નવી બોટલમાં જુનો દારૂ: સંજય ગાંધી બાદ હવે કમલનાથ સરકારે સ્વાસ્થ્ય કર્મચારીઓને પરાણે પુરૂષોની નંસબંધી કરવાનો આપ્યો ટાર્ગેટ

ઇન્દિરા ગાંધીના પ્રધાનમંત્રી કાળ દરમિયાન  સંજય ગાંધીએ દેશની વધતી જતી વસ્તીને અટકાવવા માટે નસબંધીનો પેતરો અપનાવ્યો હતો. અને માત્ર બે વર્ષમાં 42 લાખ પુરુષોની નસબંધી કરી દેવામાં આવી હતી. આ સાથે  જે કર્મચારીઓ મહીનામાં લક્ષ્યાંકો પ્રમાણે કામ ન  કરે તો તેમનો પગાર અટકાવી દેતા હતા. ત્યાર હવે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકારે પણ સંજય ગાંધીએ વસ્તી વધારો અટકાવવા માટે નસબંધીનો સહારો અપનાવ્યો છે.

શું છે કમલનાથ સરકારનો આદેશ

મધ્યપ્રદેશ સરકારે નસબંધીનું લક્ષ્ય પૂરું ન થવા પર ગજબ પ્રકારનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને રાજ્યના સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે, ઓછામાં ઓછા એક સભ્યની નસબંધી કરાવો નહી તો તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવશે. કમલનાથ સરકારના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને પુરુષ નસબંધીનું લક્ષ્ય પૂરું ન કરવા પર પગારમાં ઘટાડો અને ફરજિયાત નિવૃત્તિ આપવાનો આદેશ કર્યો છે. ટાર્ગેટ પૂરો ના કરવા પર “નો પે, નો વર્ક” ના આધાર અને વેતન ન આપવાની વાત કહી છે.

સંજય ગાંધી, હિટલર અને કમલનાથ વચ્ચે સામ્યતા

સંજય ગાંધી અને એડોલ્ફ હિટલર વચ્ચે એક સામ્ય એ હતું કે બંને તાનાશાહી પદ્ધતિથી કામ કરતા. બીજી સમાનતા એ હતી કે બેયે નસબંધી અભિયાન ચલાવ્યું હતું. સંજય ગાંધીએ નસબંધીનું કામ યુદ્ધના ધોરણે ઉપાડયું. સરકારી કર્મચારીઓને નસબંધી માટે મહીનાના ટાર્ગેટ આપવામાં આવતા. સંજય ગાંધી રોજેરોજ કામગીરીનો રીપોર્ટ લેતા. જો મહીનામાં લક્ષ્યાંકો પ્રમાણે કામ ન થાય તો પગાર અટકાવી દેવાતો. માત્ર બે વર્ષમાં ૪૨ લાખ પુરુષોની નસબંધી કરી દેવામાં આવી હતી.

સરકારના નિર્ણય પર વિપક્ષનો હુમલો

પુરૂષોની નસબંધીને લઈને સરકાર દ્વારા આપવામાં આવેલા અજીબ આદેશ પર રાજકારણ ગરમાયું છે. આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ કમલનાથ સરકારને આડેહાથ લીધી છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા અને પૂર્વ સાંસદ ચિંતામણી માલવિયાએ જણાવ્યું કે, કમલનાથ સરકાર જો કોઈની નસબંધી કરવા પ્રત્યે વધારે ગંભીર છે, તો તેની શરૂઆત મુસ્લિમ વિસ્તારમાં અભિયાન શરૂ કરીને કરવી જોઈએ.