તાજા સમાચારદેશ

સમુદ્રમાં ભારતીય નૌસેનાનો વધ્યો દબદબો ; મોદી સરકારે $ 2.6 અબજની ડિફેન્સ ડીલને આપી મંજૂરી

દેશની સુરક્ષાને વધુ સુદ્રઢ કરવા હેતુ મોદી સરકાર દ્વારા વધુ એક દેશહિતનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારની સુરક્ષા મામલાઓની કેબિનેટ કમિટીએ નૌસેના માટે અમેરિકા પાસેથી 24 મલ્ટીરોલ હેલીકોપ્ટર ખરીદવા માટે મંજરી આપી દીધી છે. જેમાં હેલીકોપ્ટર નૌસેનાનાં જંગી કાફલામાં સામેલ કરવામાં આવશે જે સબમરીનો પર હુમલો કરવા માટે હથિયારસજ્જ હશે.

આ ‘રોમિયો’ હેલિકોપ્ટર ભારતીય નૌસેનાના જંગી કાફલામાં સામેલ થશે, જે સબમરીન પર હુમલા માટે આધુનિક હથિયારોથી સજ્જ હશે. અમેરિકાની કંપની લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવેલા એમએચ-60 ‘રોમિયો’ હેલિકોપ્ટર એ‌ન્ટી-સબમરીન અને એન્ટી-સરફેસ (શિપ) વોરફેર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 25 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં આ ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર થાય તેવી સંભાવના છે.

આ ડીલ હેઠળ ભારત 24 એમએચ-60 રોમિયો હેલિકોપ્ટર માટે શરૂઆતમાં 15 ટકા રકમની ચુકવણી કરશે. ડીલ થયા બાદ તેની પહેલી ખેપ બે વર્ષની અંદર મળશે. ત્યારબાદ બેથી પાંચ વર્ષની અંદર બાકીનાં તમામ હેલિકોપ્ટર ભારતને મળી જશે. આ ઉપરાંત બંને દેશ વચ્ચે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ ખરીદવા માટે પણ મંત્રણા થઈ શકે છે.