Uncategorized

હવે તો શરમ કરો કમલનાથ; MP માં કોંગ્રેસની નિષ્ફળતને ઉજાગર કરવા મહિલા શિક્ષકે કરાવ્યું મુંડન

નારી માટે વાળ એ તેની સુંદરતા અને સન્માનું પ્રતીક છે. પરંતુ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકારે ચૂંટણી સમયે આપેલા વાયદાઓ માત્ર વાયદાઓ રહી જતા અતિથિ વિદ્વાવાનો છેલ્લા 72 દિવસથી માંગને લઈને ધરણા પર બેઠી છે. તેમ છતાય જાડી ચામડીની કમલનાથ સરકારને આ આંદોલનથી જોણે કોઇ ફેર ન પડતો હોય તેમ તે આંખ આડા કાન કરી રહી છએ. ત્યારે સરકારને ઘોર નિંદ્રામાંથી જગાડવા માટે એક મહિલા શિક્ષિકાએ મુંડન કરાવ્યું છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં છેલ્લા 72 દિવસોથી પોતાની માંગને લઈને ધરણા પર બેઠેલા અતિથિ વિદ્વાવાનો ધરણા પર બેઠા છે. પરંતુ કોંગ્રેસની કમલનાથ સરકારને પેટનું પાણી નથી હવી રહ્યું. તેવામાં બુધવાર બપોરનાં રોજ ધરણા પર બેઠેલી એક મહિલા અતિથિ વિદ્વાને પોતાનાં કેશને સાર્વજનિક રૂપે ત્યાગ કરી કમલનાથ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે અને મુંડન કરવાવાળી મહિલાનું નામ ડોક્ટર શાહીન ખાન છે.

મુંડન કર્યા બાદ ખાનગી ચેનલ સાથે વાત કરતા કરતા મહિલા અત્યંત ભાવુક થઈ ગઈ હતી, અને જણાવ્યું કે, ચૂંટણી પછી અતિથિ વિદ્વવાનો સાથે કોંગ્રેસ પાર્ટીએ વાયદો કર્યો હતો કે સરકાર બન્યા પછી અમારી માંગોને પૂર્ણ કરવામાં આવશે, અમે વર્ષ સુધી રાહ જોઈ અને ત્યાર પછી અમે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો અને જેવું આંદોલન શરૂ કર્યું તો અમને નોટિસ મળવાનું શરૂ થયું હતું. અમે અહિયાં છેલ્લા બે મહિનાથી કડકડતી ઠંડીમાં ધરણા આપી રહ્યા છીએ પરંતુ સરકારે અમારી કોઈપણ પ્રકારની સુધ લીધી નથી.