તાજા સમાચારગુજરાત

દરેક ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત

96views

ગુજરાતે ઔદ્યોગિક રોકાણ માટેના ઈરાદા પત્રો ઈન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEM હેઠળ સમગ્ર દેશમાં સૌથી વધુ 51 ટકા IEM મેળવીને ઔદ્યોગિક ક્ષેત્રે નવી સિદ્ધી હાંસલ કરી છે. ભારતમાં ફાઈલ થયેલા IEM દ્વારા 6,78,852 કરોડના મૂડીરોકાણોમાંથી એકલા ગુજરાતમાં જ 3,43,834 કરોડના મૂડીરોકાણો ઉદ્યોગો સ્થાપવા માટે થયા છે. એટલે કે દેશના કુલ IEMના અડધા ઉપરાંત ગુજરાતમાં થયા છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે દેશમાં બીજા ક્રમે મહારાષ્ટ્રે 1,15,277 કરોડના IEM મેળવ્યા છે. એટલે કે પ્રથમ ક્રમે ગુજરાત અને બીજા ક્રમના મહારાષ્ટ્ર વચ્ચે ત્રણ ગણો તફાવત છે. દેશમાં પાંચ ટકા વસ્તી ધરાવતુ ગુજરાત ઔદ્યોગિક રોકાણ માટેના ઈરાદા પત્રોમાં સમગ્ર દેશમાં 51 ટકા સાથે અગ્રેસર છે.

ગુજરાત સરકારની પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન સાથે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના માહોલ તથા સિંગલ વિન્ડો ક્લીયરન્સથી રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે. ગુજરાતે મેન્યુફેક્ચરિંગ હબ, ઓટોમોબોઈલ હબની જે ખ્યાતિ મેળવેલી છે તેમા આ IEMના પરિણામે નવા સેક્ટર્સ પણ ઉમેરાયા છે. આ ઉપરાંત મેક ઈન ઈન્ડિયા મિશન હેઠળ ગુજરાતમાં 200થી વધુ વિદેશી કંપનીઓ ઉદ્યોગ સ્થાપવા આવી છે.