તાજા સમાચારદેશ

આતંકવાદ સામે કૂટનિતી:  FATF ની બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ ભારત, ચીન અને અમેરિકાનો એક સૂર, “પાકે. ટેરર ફંન્ડિગ સામે કઠોર કાર્યવાહી કરવી જ પડશે”

ભારત અને અમેરીકા દ્વારા જ્યારે આંતકવાદને ડાંમવા માટે વૈશ્વિક સ્તરે કોઇ કઠોર નિર્ણય માટેનો પ્રસ્તાવ મુકવામાં આવે છે ત્યારે ચીન હંમેશા પોતાના મિત્ર દેશ પાકિસ્તાનનો સાથ આપતો હતો. પરંતુ હવે ચીને પણ આ મુદ્દે પાકિસ્તાનનો સાથ છોડી દિધો છે. અને આતંકવાદ મુદ્દે પેરિસમાં ચાલી રહેલી ફાયનાન્સિયલ એક્શન ટાક્સ ફોર્સ (FATF)ની બેઠકમાં ચીને ભારત, અમેરિકા, સાઉદી અરબ અને યુરોપના દેશોનો સાથ આપ્યો છે.

ફાયનાન્સિયલ એક્શન ટાક્સ ફોર્સ (FATF)ની બેઠકમાં ચીને સહિત ભારત, અમેરિકા, સાઉદી અરબ અને યુરોપના દેશોએ એક સૂરે પાકિસ્તાનને કહ્યું હતું કે તેણે ટેરર ફંન્ડિગ અને આતંકી સૂત્રધારો સામે કઠોર કાર્યવાહી કરવી જ પડશે. જેના પરથી હવે એ નક્કી થઈ ગયું છે કે, પાકિસ્તાન FATFની ગ્રે લિસ્ટમાં જ રહેશે. ત્યારે FATFની આગામી બેઠક જૂનમાં યોજાવાની છે. તેમા પાકિસ્તાન સરકાર દ્વારા ટેરર ફંન્ડિગ, મની લોન્ડ્રીંગ અને આતંકી સૂત્રધારો સામે કઠોર કાર્યવાહીની વધુ ઉંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. એટલે કે આગામી ચાર મહિના પાકિસ્તાન FATFની ગ્રે લિસ્ટમાં જ જળવાઈ રહેશે. જો આ સમય દરમિયાન તેણે FATFની માંગને પૂરી નહીં કરે તો તે ગ્રે લિસ્ટમાંથી બ્લેક લિસ્ટમાં આવી શકે છે.

FATF ની આગામી બેઠકમાં આ મુદ્દે વધારે ઉંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. જો FATF પાકિસ્તાનની કાર્યવાહીથી સંતુષ્ટ નહીં હોય તો તેને બ્લેક લિસ્ટમાં સ્થાન મળવાનું લગભગ નક્કી બનશે. પાકિસ્તાન પોતાને ત્યાં રહેલા આતંકવાદી સૂત્રોધારો સામે કડક અને પારદર્શક કાર્યવાહી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ભાજપની સરકાર સત્તમાં હોય કે પછી વિપક્ષમાં તેઓએ હંમેશા આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નિતીને પ્રાધાન્ય આપ્યું છે અને મોદી સરકારે પણ આ જ નકશા કદમ પર ચાલી રહી છે. જેના કારણે આતંકવાદને ડામવા માટેની મોદી સરકારની કીટનિતીને કારણે હવે વેશ્વિક સ્તરે પણ પાકિસ્તાન ઘેરાયું છે.