Uncategorized

મોદી સરકારમાં ભારતમાં સૌથી ઝડપથી ઘટી  ગરીબી, રિસર્ચ પેપરમાં સામે આવ્યા તથ્યો

112views

મોદી સરકારના રાજમાં ભારતમાંથી ગરીબી સૌથી ઝડપથી ઘટી રહી છે. નેશનલ કાઉન્સિલ ફોર એપ્લાઈક ઈકોનોમી રિસર્સ (NCAER)માં રજૂ કરાયેલા પેપરના આધારે વિગતો સામે આવી છે. રિસર્ચ પ્રમાણે વર્ષ 2011માં ભારતમાં 14.9 ટકા લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હતા જે વર્ષ 2017માં ઘટીને 7 ટકા સુધી પહોંચી ગયા. સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ 2011માં 27 કરોડની સામે વર્ષ 2017માં માત્ર 8.4 કરોડ લોકો જ ગરીબી રેખા હેઠળ નોંધાયા છે. એટલે કે 18.6 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે.

સંશોધકોએ તારણ કાઢ્યું કે  કેન્દ્રની ગરીબ લક્ષી યોજનાઓની સકારાત્મક અસરો ગરીબોનું જીવન ધોરણ સુધારવામાં મહત્વની રહી છે. જેમાં મનરેગા, પીએમ કિસાન યોજના, ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સ અને એલપીજી સબસિડી મુખ્ય છે. અને તેમાં પણ વર્ષ 2014 બાદથી ગરીબી નાબુદીના રેટમાં ખાસ્સો વધારો થયો છે.  આ ઉપરાંત વર્લ્ડ બેન્કે પણ નોંધ્યુ છે કે ભારતમાં સૌથી ઝડપથી ગરીબી નાબૂદ થઈ રહી છે.

મહત્વનું છે કે આ સંશોધન ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફંડમાં એક્ઝીક્યુટીવ ડિરેક્ટર અને ભારતીય અર્થશાસ્ત્રી સુરજીત એસ. ભલ્લા, પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ વિરમાની અને જાણીતા અર્થશાસ્ત્રી કરણ ભસીને સંયુક્ત રીતે હાથ ધર્યુ હતુ.