Uncategorized

દેશ વિરોધી તત્વોની હિન માનસિક્તા, સોશિયલ મીડિયામાં ફોટા સાથે છેડછાડ કરી લઈ રહ્યા છે વિકૃત આનંદ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતથી દેશવિરોધી ગેંગની ઉંઘ ઉડી ગઈ છે. ગમે તેમ કરીને આવી ગેંગ લોકોમાં એવો મેસેજ મોકલવા માંગે છે કે સામાન્ય લોકો આ મુલાકાતને કેવી રીતે જોઈ રહ્યા છે. દેશ વિરોધી ગેંગ ફેક ન્યૂઝ અને ફોટાઓ સાથે છેડછાડ કરીને લોકોમાં ખોટો મેસેજ જાય તેવી રીતે વાઈરલ કરી રહ્યા છે. ફોટાઓ એડિટ કરીને લોકોની ભાવનાઓ સાથે રમવામાં માહેર આમ આદમી પાર્ટીએ વધુ એક આવી હરકત કરી છે. જોકે તેની પોલ ખુલી પડી ગઈ છે.

લોકોને ભરમાવવાનો પ્રયાસ

આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા ટીમના ઈન્ચાર્જ ઐશ્વર્ય વર્માએ એક ફોટો શેર કરીને પોતાના ફોલોઅર્સને કેપ્શન આપવા જણાવ્યું.

બે ફોટાઓ ભેગા કરીને નવો ફોટો બનાવ્યો

જોકે હકિકતમાં આ ફોટો એડિટ કરેલો છે. બે ફોટાઓ ભેગા કરીને આ બનાવાયો છે. પ્રથમ તસવીરમાં ફોટામાં દિવાલ પર ટ્રમ્પ અને મોદીનું ચિત્ર છે અને બીજો ફોટો દિવાલ પર લઘુશંકા કરતા વ્યક્તિનો છે. ઐશ્વર્ય વર્માના ટ્વીટમાં એક યુઝર્સે ઓરિજીનલ ફોટો મુક્યો જેમાં બાઈકવાળો વ્યક્તિ દેખાય છે પરંતુ લઘુશંકા કરતો વ્યક્તિ દેખાતો નથી.

કેવી રીતે પકડાઈ પોલ?

ગુગલ ઈમેજ સર્ચમાં  ‘Man urinating India’ કીવર્ડ્સ નાખતા પંચમાનાની રિસર્ચ ટીમને લઘુશંકા કરતા વ્યક્તિનો અસલી ફોટો મળ્યો. આ તસવીર ‘newsofdelhi’ નામના યુટ્યુબ એકાઉન્ટ પર 13 જાન્યુઆરી 2012ના રોજ પોસ્ટ કરાઈ હતી. આ તસવીરમાં વીડિયોનું ટાઈટલ પણ હતુ જેમા  ‘Delhi Metro Walls have become the famous peeing destination for Delhiites’ લખ્યુ હતુ.

લઘુશંકા કરતા વ્યક્તિનો ફોટો દિવાલના બદલે મોદી-ટ્રમ્પના ચિત્રવાળા ફોટામાં ઉમેરીને નવો ફોટો બનાવાયો. એટલેકે આમ આદમી પાર્ટીએ જે ફોટો વાઈરલ કર્યો તે ખોટો છે અને એડિટ કરેલો છે.