Uncategorized

દેશમાં હોલિસ્ટીક ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટનું રોલ મોડલ બનતુ ગુજરાત

ભારતમાં ઈન્વેસ્ટમેન્ટની વાત હોય ત્યારે રોકાણકારોનું ધ્યાન ગુજરાત તરફ અચૂક આકર્ષાય છે. ખાસ કરીને મહત્તમ રોજગારીનું સર્જન કરતા MSME સેક્ટર માટે ગુજરાત સરકારે અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. જેવામાં MSME એકમોને સ્થાપના- સંચાલન માટેની જરૂરી વિવિધ એપ્રુવલ લેવામાંથી ત્રણ વર્ષ સુધી મુક્તિ અપાઈ છે. MSME ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલના માધ્યમથી ડેકલેરેશન ઓફ ઈન્ટેટ માત્ર પાંચ જ મિનિટમાં મળી જાય તેવી વ્યવસ્થા છે. MSMEને મળતા આવા ઉદારત્તમ પ્રોત્સાહનોના કારણે જ ગુજરાતમાં 34 લાખથી વધુ MSME એકમો કાર્યરત છે. જેના દ્વારા મોટાપ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે.

  • જોબ સીકરમાંથી જોબ ગીવર

આંકડા પરથી ખ્યાલ આવે કે ગુજરાતમાં દર મહિને 16 હજાર MSME ઉદ્યોગો આધાર પોર્ટલ પર નોંધાય છે અને ગુજરાત એકલું દેશના કુલ સ્ટાર્ટઅપના 43 ટકા સાથે યુવા ઉદ્યોગ સાહસિકોને જોબ સીકરમાંથી જોબ ગીવર બનાવે છે.

  • ગ્રીનક્લીન એનર્જીની પહેલ

સૌરઉર્જાને વ્યાપર પ્રમાણમાં ઉપયોગમાં લેવા સરકારે ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદનની નવતર પહેલ કરી છે જેમાં MSME ઉદ્યોગો માટે 100 ટકા સોલાર એનર્જી સ્થાપિત કરવા માટે પ્રોત્સાહક નીતિ પણ બનાવાઈ છે.

  • સરળતાથી લોનધિરાણની સુવિધા

એટલું જ નહી ગુજરાતના મોટા ઉદ્યોગોની સાથે સાથે MSME ક્ષેત્રે દેશનું હબ બને તે માટે MSME ઉદ્યોગ સાહસિકોને સરળતાથી લોન-ધિરાણની સુવિધા પણ રાજ્ય સરકારે વિકસાવી છે. આ માટે બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જેવી નેશનલાઈઝ બેન્ક સાથે એમઓયુ કરીને 7 થી 15 દિવસમાં સરળતાથી ત્વરિત નાણાં સહાયની વ્યવસ્થા ઉભી કરી છે. માત્ર ઉદ્યોગોને લોન સહાય જ નહી પરંતુ રાષ્ટ્રીયકૃત બેન્કોના લોન સહાયના રિપેમેન્ટમાં પણ ગુજરાત સૌથી અગ્રેસર છે. આ ઉપરાંત એનએસઈ સાથે પણ રાજ્ય સરકારે એમઓયુ કરતા MSME એકમોને કેપિટલ ફંડ ઉભુ કરી પોતાના સપ્લાય સામે ટ્રેડ રિસીવેબલ યોજના હેઠળ ત્વરિત નાણાં મેળવી શકે છે.

  • ઉદ્યોગ મૈત્રીપૂર્ણ વાતાવરણ

ગુજરાતે હોલીસ્ટીક એપ્રોચ સાથે ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને દેશભરમાં ઔદ્યોગિક ઉત્પાદન મૂડીરોકાણ તથા FDIમાં લીડ લેવા જેવી સિદ્ધિઓ મેળવી છે. ત્યારે ગુજરાત ઉદ્યોગ મૈત્રીપૂર્ણ વાતાવરણથી ખરેખરમાં રાષ્ટ્રનું રોલ મોડલ બન્યું છે.