તાજા સમાચારગુજરાતરમત જગત

ટ્રમ્પના રંગમાં રંગાશે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, ગુજરાતે કરી છે કંઈક આવી રંગબેરંગી તૈયારીઓ

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે અને ખાસ કરીને તેઓ એક દિવસ અમદાવાદના મોટેરા ખાતેના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવાના છે ત્યારે ટ્ર્મ્પનો આ પ્રવાસ તેમના માટે યાદગાર પ્રવાસ બની રહે અને ટ્રમ્પની આ મુલાકાત ખાસ બનાવવા માટે 24મી ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની તૈયારી પણ પૂરજોશે થઈ રહી છે. જેમાં સ્ટેડિયમમાં બેસનારા લોકોના પાસના કલર કોડ નક્કી કરી દેવામાં આવ્યા છે.

નક્કી કરાયા કલર કોડ

આ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં 1 લાખ લોકો હાજર રહેવાના છે. કાર્યક્રમમાં આવનાર લોકોને સરકાર તરફથી ખાસ પાસ આપવામાં આવ્યા છે. રાજ્યના 9 જિલ્લામાંથી આવનારા એક લાખ લોકોના પાસના કલર કોડ નક્કી કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદ શહેર-જિલ્લાને ગુલાબી રંગના, ગાંધીનગર જિલ્લાને લાલ, ખેડા-આણંદને આછો જાંબલી, સાબરકાંઠા અને મહેસાણાને વાદળી, વડોદરાને આછો લીલો, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી અને પંચમહાલને ઘેરો વાદળી કલરનો કોડ આપવામાં આવ્યો છે.Image result for namaste trump

સ્ટેડિયમમાં લોકોને બેસાડવા માટેનું માઇક્રો પ્લાનિંગ

વિશ્વનું મોટેરા સ્ટેડિયમમાં લોકોને બેસવા માટેનું પણ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે.  જેમાં સ્ટેડિયમમાં પ્રવેશ મેળવનાર લોકોને જિલ્લાઓ મુજબ અપર અ લોવર ગેલેરીમાં બેસાડવામાં આવશે. જેના માટે લોકોને બિમ નંબર પણ ફાળવવામાં આવ્યા છે. જેમાં લોઅર ગેલેરીમાં 101થી 144 નંબરના બિમ જ્યારે અપર ગેલેરીમાં 201થી 285 નંબર બિમ પાસેની જગ્યામાં બેસાડવામાં આવશે.

દિવાલો પર પેઇન્ટીંગ

એરપોર્ટથી લઇને વિશ્વના સૌથી મોટી મોટેરા સ્ટેડિયમમાં સુધી લોકો ઉભા રહીને ટ્રમ્પનું સ્વાગત કરવાના છે. જ્યારે બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાન મંત્રી મોદીની પેઇન્ટીંગો દિવાલો પર દોરવામાં આવી છે. આ સાથે અગ્રેજી ભાષામાં INDIA અને USA લખવામાં આવ્યું છે.