Uncategorized

ટ્રમ્પની મુલાકાત પહેલા ગુજરાતને બદનામ કરવા સોશિયલ મીડિયામાં ખોટા સમાચારોનો સહારો લેતા ગુજરાત વિરોધી તત્વો

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ગરીબોને હેરાન પરેશાન કરાઈ રહ્યા હોવાની વાતો સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. ખાસ કરીને ગુજરાતની પ્રગતિ નહી જોઈ શક્તી કોંગ્રેસને ગુજરાતને બદનામ કરવા કોઈ મુદ્દા મળતા નથી તો હવે ફેક ન્યૂઝને સહારો લઈ રહી છે.

ટ્રમ્પ આવવાના હોવાથી ગરીબોના ઝૂપડાની આગળ દિવાલ બનાવાઈ રહી હોવાની વાત ગુજરાત કોંગ્રેસે તેના ટ્વીટર પર કરી છે પરંતુ કોંગ્રેસે તપાસ કર્યા વગર જ આ મુદ્દો લોકો સમક્ષ મુકી દીધો છે. હકિકતમાં જે દિવાલ બની રહી છે તે દબાણ રોકવા માટે અને ફૂટપાથ પરના વૃક્ષોને બચાવવા માટે કરાઈ રહી છે. દિવાલ બનાવવાનો બે મહિના પહેલા જ લેવાયો હતો તેને ટ્રમ્પની મુલાકાત સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે આ દિવાલ બનાવવાનો નિર્ણય કરાયો ત્યારે  ટ્રમ્પની અમદાવાદ મુલાકાત અંગે જાહેરાત પણ નહોતી નઈ.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાનું નિવેદન

એએમસીના મ્યુનિસિપલ કમિશનરે વિજય નેહરાએ જણાવ્યું કે તેઓએ રસ્તા પર દબાણ કરતા ગરીબો સાથે વાત કરીને દબાણ નહી કરવા જણાવ્યું હતુ તેમજ પાકા મકાનો બનાવી આપવાની યોજના અંગે માહિતી આપી હતી. વિજય નેહરાએ વધુમાં જણાવ્યું કે ગરીબો માટે પાકા મકાનો બનાવી આપવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમગ્ર દૂનિયામાં સૌથી આગળ છે.

આ ઉપરાંત થોડા દિવસ પહેલા દબાણવાળા જેસીબીથી લારી તોડતા હોવાનો એક વીડિયો અમદાવાદના નામે વાયરલ થયો હતો પરંતુ હકિકતમાં આ વીડીયો ઓરિસ્સાનો હતો પરંતુ તેને અમદાવાદના નામે વાઈરલ કરાયો હતો.

હાલમાં અમદાવાદમાં કંઈ પણ નવુ કામ થાય તો તેને ટ્રમ્પની મુલાકાત સાથે જોડી દેવામાં આવે છે. પરંતુ હકિકતમાં વિકાસ અને પ્રજાલક્ષી જે કામો થઈ રહ્યા છે તેતો નિરંતર ચાલી જ રહ્યા છે.