તાજા સમાચારગુજરાત

ટ્રમ્પની મુલાકાત દરમ્યાન ગુજરાતને મળી શકે છે વધુ એક ભેંટ, અમદાવાદમાં અમેરિકન એમ્બેસી શરૂ થવાની શક્યતા

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતથી ન માત્ર ગુજરાતને જ પરંતુ ભારતને પણ તેનો ફાયદો થશે. માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમનું ગૌરવ પ્રાપ્ત થયુ છે. આ ઉપરાંત ટ્રમ્પની ગુજરાત મુલાકાતથી ગુજરાતીઓને પણ ફાયદો થાય તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમેરિકન એમ્બેસીને અમદાવાદમાં શરૂ કરાય તેવી શક્યતા છે.

અમેરિકન એમ્બેસી શરૂ કરવા માટે વડાપ્રધાન કાર્યાલય, ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય અને વિદેશ મંત્રાલય દ્વારા મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. પરિણામે ટ્રમ્પની મુલાકાત બાદ ગુજરાતમાં અમેરિકન એમ્બેસીની જાહેરાતની પ્રબળ શક્યતા છે.

મહત્વનું છે કે હાલ ગુજરાતમાં અમેરિકન એમ્બેસી ન હોવાથી ગુજરાતવાસીઓને અમેરિકન વિઝા લેવા માટે મુંબઈ, દિલ્હી કે ચેન્નાઈ જવું પડે છે. તેના બદલે જો અમદાવાદમાં અમેરિકન એમ્બેસી ખુલી જાય તો ગુજરાતીઓને મોટોલાભ થાય તેમ છે.