તાજા સમાચારગુજરાતરમત જગત

ક્રિકેટના અનેક કિર્તીમાનોનું સાક્ષી મોટેરા સ્ટેડિયમ

120views
  • મોટેરા ક્રિકેટ સ્ટેડિમનો રસપ્રદ ઇતિહાસ
  • 37 આંતરરાષ્ટ્રીય મેચોનું સાક્ષી રહ્યુ
  • રિનોવેશન બાદ ત્રણ પીચ અને ફ્લડ લાઈટ ઉમેરાઈ
  • અગાઉ બેઠકો ક્ષમતા 54 હજાર હતી

અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ક્રિકેટના અનેક ધુરંધરો માટે યાદગાર રહ્યું છે. સચિન તેંડુલકર, કપિલદેવ જેવા ખેલાડીઓના રેકોર્ડ પણ અહી નોંધાઈ ચૂક્યા છે ત્યારે નજર કરીએ કે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના ઇતિહાસ પર..

મોટેરામાં સરદાર પટેલ સ્ટેડિયમના નિર્માણ માટે 1982માં ગુજરાત સરકાર દ્વારા 50 એકર જમીન દાનમાં અપાઈ હતી. પ્રારંભમાં તેને ‘ગુજરાત સ્ટેડિયમ’ અને ત્યારબાદ ‘સરદાર પટેલ સ્ટેડિયમ’ નામ અપાયુ હતુ. નવેમ્બર 1982માં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ આ સ્ટેડિયમમાં રમાયેલી સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ હતી. આ પછી મોટેરા સ્ટેડિયમમાં 12 ટેસ્ટ, 24 વન ડે અને 1 ટી-20 સહિત 37 આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરી ચુક્યું છે. સ્ટેડિયમના રિનોવેશન બાદ વર્ષ 2006માં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ યોજાઈ. સ્ટેડિયમમાં 3 પીચ અને ફ્લડ લાઈટ પણ ઉમેરાઈ હતી.

નવેમ્બર 2014માં ભારત- શ્રીલંકાની ટેસ્ટ આ સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. મોટેરા સ્ટેડિયમમાં અગાઉ 54 હજાર બેઠકોની ક્ષમતા હતા પરંતુ હવે તેમા બેઠકોની ક્ષમતા વધારવાની સાથે સાથે અદ્યતન સુવિધાઓ પણ ઉમેરાઈ છે.