Uncategorized

આવી ઐતિહાસિક પળોનું સાક્ષી બન્યું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ

અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં ક્રિકેટના અનેક કિર્તિમાનો નોંધાઈ ચૂક્યા છે. મોટેરા સ્ટેડિયમ અને ક્રિકેટરોની સિદ્ધી એકમેકના પુરક બન્યા છે તેમા કોઈ બેમત નથી. આમ તો અનેક રેકોર્ડ મોટેરા સ્ટેડિયમ ખાતે નોંધાયા છે. લિજેન્ડ ક્રિકેટ સુનીલ ગવાસ્કરે આ સ્ટેડિયમ ખાતે રેકોર્ડ નોંધાવ્યો છે. 7 માર્ચ 1987માં પાકિસ્તાન સામેની ટેસ્ટમેચમાં સુનીલ ગવાસ્કરે 58 રન પુરા કરતા ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પુરા કરનાર તેઓ વિશ્વના સૌપ્રથમ બેસ્ટમેન બન્યા હતા. ત્યારબાદ નવેમ્બર 1983માં વેસ્ટઈન્ડિંઝ સામેની ટેસ્ટમેચમાં કપિલદેવે એક ઈનિગ્સમાં 9 વિકેટો ઝડવવાની સિદ્ધી હાંસલ કરી હતી.

કપિલ દેવની સૌથી યાદગાર પળ પણ મોટેરા સ્ટેડિયમ સાથે જોડાયેલી છે. 8 ફેબ્રુઆરી 1994માં શ્રીલંકાના બેટ્સમેન હસન તિલકરત્નેની વિકેટ લઈને કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 431 વિકેટ લેવાનો રિચાર્ડ હેડલીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. ઓક્ટોમ્બર 1998માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સચિન તેંડુલકરે ટેસ્ટ કારકિર્દીની સૌપ્રથમ બેવડી સદી પણ આ જ મેદાનમાં ફટકારી હતી.

વર્ષ 2011ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઈલનમાં સચિન તેંડુલકરે વને ડેમાં 18 હજાર રન પુરા કરનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન બન્યા હતા.જ્યારે ચેતેશ્વર પૂજારાએ નવેમ્બર 2012માં ઈગ્લેન્ડ સામેની ટેસ્ટ વખતે ટેસ્ટ કારકિર્દીની સૌપ્રથમ બેવડી સદી મોટેરા ખાતે ફટકારી હતી.