તાજા સમાચારદેશ

ખેડૂતો માટે કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત, કૃષિલોન પર પાકવીમા યોજના સ્વૈચ્છિક બનાવાઈ

  • ખેડૂતો માટે કેન્દ્રની સૌથી મોટી જાહેરાત
  • કૃષિલોન પર પાકવીમા યોજના સ્વૈચ્છિક બનાવાઈ
  • પાકવીમા યોજના સ્વૈચ્છિક કરવાની ખેડૂતોની માંગ કેન્દ્ર સરકારે સ્વીકારી

કેન્દ્ર સરકારે ખેડૂતોના પાકવીમા યોજનાને લઈને મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને સ્વૈચ્છિક બનાવી છે. કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ કે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી પાકવીમા યોજનાનો અત્યાર સુધી 5.5 કરોડ ખેડૂતોએ લાભ લીધો છે. હવે કૃષિલોન પર પાકવીમો લેવો કે નહી તેનો નિર્ણય ખેડૂતો પર છોડાયો છે. એટલે કે ખેડૂતોને પાકવીમો લેવા અંગે ફરજ પાડી શકાશે નહી. મહત્વનું છે કે ખેડૂત સંગઠનોએ પ્રધાનમંત્રી પાકવીમા યોજનાને સ્વૈચ્છિક કરવાની માંગ કરી હતી જેનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે.

કૃષિ પ્રધાને જણાવ્યું કે પ્રધાનમંત્રી પાકવીમા યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રિમિયમનું 50-50 ટકા યોગદાન આપે છે. જોકે નોર્થ ઈસ્ટના ખેડૂતો માટે સરકારે મોટુ પગલું ભર્યું છે. અહી પાક વીમા પ્રીમિયમમાં 90 ટકા યોગદાન કેન્દ્રનું અને 10 ટકા રાજ્યનું રહેશે.