તાજા સમાચારદેશ

અયોધ્યામાં 27 વર્ષ ટેન્ટમાં રહ્યા બાદ હવે રામલલ્લા બુલેટપ્રુફ અસ્થાઈ મંદિરમાં થશે વિરાજમાન, રામમંદિર ટ્રસ્ટની બેઠકમાં લેવાયો નિર્ણય

83views

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટેની પ્રક્રિયા આગળ વધી રહી છે. ત્યારે રામ ભક્તો માટે એક બાદ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. બુધવારે યોજાયેલી રામ મંદિર ટ્રસ્ટની બેઠકને લઇને આર્કિટેક્ટ સુધીર શ્રીવાસ્તવે કહ્યું છે કે, દશકોથી કરોડો રામ ભક્તોએ સેવેલું સ્વપ્ન આવનારા દિવસોમાં પૂર્ણ થશે અને માત્ર 2 વર્ષના ટૂકા સમયગાળામાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

ગત બુધવારના રોજ રામ મંદિર ટ્રસ્ટની બેઠક મળી રહી હતી જે સાંજે 5 વાગ્યે શરૂ થઇ હતી. જે બેઠક ટ્રસ્ટના વડા. દિલ્હી નિવાસસ્થાન પર યોજવામાં આવી હતી. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિરનું નિર્માણ પૂર્ણ ન થાય ત્યાં સુધી રામલલ્લાને બુલેટપ્રૂફ અસ્થાયી મંદિરમાં રાખવામાં આવશે. લગભગ 27 વર્ષ ટેન્ટમાં રહ્યા બાદ હવે રામલલ્લાને બુલેટપ્રૂફમાં રાખવામાં આવવાના છે. આ અસ્થાયી મંદિર ગર્ભગૃહથી 150 મીટર દૂર હશે. આ મંદિરમાં લાકડા, ફાઈબર અને ગ્લાસનો ઉપયોગ કરવામાં આવશે. રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું છે કે તે સ્થળની પસંદગી કરવામાં આવી છે.

બુધવારે યોજાયેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આર્કિટેક્ટ સુધીર શ્રીવાસ્તવ કહ્યું કે, મંદિરના નિર્માણમાં 2 વર્ષથી ઓછા સમયનો સમય લાગશે. ઉલ્લેખનીય છે કે, 5 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના આદેશ પર રામ મંદિરની તરફેણમાં નિર્ણય આપવા અને મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવા કેન્દ્ર સરકાર દ્વારા ટ્રસ્ટની જાહેરાત કરવામાં આવી હતી.