તાજા સમાચારરમત જગત

ઈન્સ્ટાગ્રામ પર 5 કરોડ ફોલોઅર્સ ધરાવનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય, પ્રિયંકા ચોપરા બીજા સ્થાને

ટીમ ઈન્ડિયાના રેકોર્ડ રન મશીન ગણાતા વિરાટ કોહલી માત્ર રમતના મેદાન પર જ નહી પરંતુ મેદાનની બહાર પણ એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે. વિરાટે રેકોર્ડની સિદ્ધી ઈન્સ્ટાગ્રામ પર હાંસલ કરી છે. સોશિયલ મીડિયા વેબસાઈટ પર વિરાટના ફોલોઅર્સની સંખ્યા 5 કરોડને પાર પહોંચી છે. ઈન્સ્ટાગ્રામ પર આ આંકડો પાર કરનાર વિરાટ પ્રથમ ભારતીય બન્યા છે.

148 લોકોને ફોલો કરે છે વિરાટ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની વાત કરીએ તો તેમણે અત્યાર સુધીમાં ફોટો શેરિંગ વેબસાઈટ પર 932 પોસ્ટ કરી છે અને તે પોતે 148 લોકોને ફોલો કરે છે.

કમાણીમાં પણ નંબર વન વિરાટ

વિરાટ માત્ર ફેન્સ અને સ્પોર્ટ્સમાં જ અવ્વલ નહી પરંતુ  બજારની બ્રાન્ડ વેલ્યુની બાબતમાં પણ ટોપ પર છે. ભારતના સૌથી વધુ લોકપ્રિય સેલિબ્રિટી ચહેરો છે. એક રિપોર્ટ પ્રમાણે  વિરાટ કોહલી માત્ર 3 વર્ષમા બ્રાન્ડ વેલ્યુના આધારે ઈન્ડિયન માર્કેટમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ છે. વર્ષ 2019માં તેમણે બ્રાન્ડ પ્રમોશનથી 17 અબજ રૂપિયાની કમાણી કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર 5 કરોડ ફોલોઅર્સ થયા બાદ કોહલીએ તેના ફોલોઅર્સનો આભાર માનતો એક વીડિયો પર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો

Image result for king kohli

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બેસ્ટ

કોહલીએ અત્યાર સુધીમાં 84 ટેસ્ટ, 248 વન ડે, 81 ટી-20 મેચ રમી છે. ટેસ્ટમાં 54.98ની એવરેજથી 7,202 રન, વન ડેમાં 59.34ની એવરેજથી 11,867 અને ટી-20માં 50.8ની એવરેજથી 2,794 રન ફટકાર્યા છે. કોહલી ત્રણેય ફોર્મેટમાં અત્યાર સુધી 70 સદી નોંધાવી ચૂક્યો છે.

DUBAI, UNITED ARAB EMIRATES – DECEMBER 08: Actress Priyanka Chopra poses during a portrait session at the 8th Annual Dubai International Film Festival held at the Madinat Jumeriah Complex on December 8, 2011 in Dubai, United Arab Emirates. (Photo by Gareth Cattermole/Getty Images for DIFF)

પ્રિયંકા ચોપરાના 4.99 કરોડ ફોલોઅર્સ

વિરાટ કોહલી પછી 4.99 કરોડ ફોલોઅર્સ સાથે એકટ્રેસ પ્રિયંકા ચોપરા બીજા સ્થાને છે.