તાજા સમાચારદેશ

પશ્ચિમ બંગાળમાં મદરેસાઓ પર મમતા બેનર્જી મહેરબાન, મદરેસાઓમાં ભણવું હિન્દુ બાળકોની મજબૂરી

81views
  • મુસ્લિમ વોટબેન્ક માટે મમતા બેનર્જીનો મોટો પ્લાન
  • મદરેસાઓને અપાતા ફંડમાં કર્યો વધારો
  • હિન્દુ બાળકો મદરેસાઓમાં ભણવા મજબૂર

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે 70 હજાર વિદ્યાર્થીઓ મદરેસા બોર્ડની પરીક્ષામાં સામેલ થશે. જેમાં 18 ટકા બાળકો હિન્દુ છે. પશ્ચિમ બંગાળ મદરેસા બોર્ડના અધ્યક્ષ અબૂ તાહેર કમરૂદ્દીને જણાવ્યું કે વર્ષ 2019ની મદરેસા બોર્ડની પરીક્ષામાં 12.77 ટકા વિદ્યાર્થીઓ હિન્દુ હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મદરેસામાં હિન્દુ વિદ્યાર્થીઓની સંખ્યામાં 2થી 3 ટકાનો વધારો થયો છે. રાજ્યના પુરુલિયા, બીરભૂમ અને બાંકુડામાં ચાર મોટા મોટા મદરેસા છે અને નવાઈની વાત તો એ છે કે અહીયા મુસ્લિમ કરતા બિન મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ ધર્મનું શિક્ષણ આપતી 6,000થી વધુ મદરેસાઓ સરકારી સહાયતા મેળવે છે. જોકે મદરેસાઓમાં સામાન્ય રીતે મુસ્લિમ પરિવારના બાળકો જ ભણવા આવે છે પરંતુ હવે હિન્દુના બાળકો પણ મદરેસાઓમાં શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે  સવાલ એ થાય કે આવી સ્થિતિ કેમ આવી. તો તપાસ કરતા જાણવા મળ્યું કે મમતા બેનર્જીની સરકાર સ્કૂલો કરતા મદરેસાઓ પાછળ વધુ ખર્ચાઓ કરે છે. મમતા સરકારની બેવડી રાજનીતિનો અંદાજ એ પરથી પણ લગાવી શકાય કે ગત વર્ષે મદરેસાઓના વિકાસ માટે 4,000 કરોડ રૂપિયાની ફાળવણી થઈ જેની સામે સમગ્ર રાજ્યામાં ઉચ્ચ શિક્ષા સેટઅપ માટે 3,964 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ. આટલી મહેરબાની મુસ્લિમ વોટ બેન્ક પર પકડ મજબૂત કરવા માટે થઈ રહી છે.

માત્ર મુસ્લિમ વોટબેન્કને પકડી રાખવા માટે મમતા બેનર્જીએ હિન્દુના બાળકો પર ધ્યાન આપવાનું ટાળ્યું છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સ્કૂલો પણ નથી તેવા વિસ્તારોના હિન્દુ બાળકો પરાણે મદરેસામાં શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. મદરેસા જતા બાળકોને સ્કોલરશીપનો લાભ પણ અપાય છે.

મુસ્લિમ વોટબેન્કને સાચવવાની મમતા બેનર્જીની નીતિને પગલે પશ્ચિમ બંગાળ ધીમે ધીરે ઈસ્લામિક રાજ્ય બની રહ્યું છે. મદરેસાઓમાં ભારે ફંડિગ કરીને મુલ્લા મૌલવીઓને ખુશ કરવાની કોશિશ થઈ રહી છે. પરિણામે ત્યાંના હિન્દુઓને નજર અંદાજ કરાઈ રહ્યા છે.