તાજા સમાચારગુજરાત

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પના ઠેર ઠેર પોસ્ટર્સ લાગ્યા, ટ્રમ્પ ગાંધીઆશ્રમમાં રેટિંયો કાતશે

અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની તેમજ ફર્સ્ટ લેડી મેલેનિયાના સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના વિવિધ માર્ગો પર રંગરોગાનની સાથે સાથે નમસ્તે ટ્રમ્પના બેનરો પણ લગાવાઈ રહ્યા છે.

Image result for trump modiબે મહાન દેશોનું મિલન

24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના રોડ શો માટે 8 ડિઝાઈનના 350થી વધુ હોર્ડિંગ્સથી એક અલગ પ્રકારનો મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હોર્ડિંગ્સમાં બે પ્રતિભાશાળી વ્યક્તિત્વનું મિલન, બે વિરાટ લોકતાંત્રિક પરંપરા એક મંચ પર, એક ઐતિહાસિક પડાવ, ભારત – અમેરિકા મૈત્રી, બે મહાન દેશોનું મિલન, મજબૂત નેતૃત્વ, મજબૂત લોકતંત્ર, વિશ્વની સૌથી જૂની લોકશાહી મળશે વિશ્વની સૌથી મોટી લોકશાહીને, ભારત- અમેરિકા મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર જેવા સ્લોગનોનો ઉલ્લેખ કરાયો છે.

Image result for gandhi ashram ratioડોનાલ્ડ ટ્રમ્પ કાંતશે રેટિંયો

24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શોથી એરપોર્ટથી ગાંધીઆશ્રમ પહોચશે. મહત્વનું છે કે જે પણ મહાનુભાવો અમદાવાદ આવે છે તે ગાંધીઆશ્રમની અચુક મુલાકાત લઈ રેટિંયો કાંતે છે. ત્યારે આ વખતે ગાંધીઆશ્રમ અને રાજ્ય સરકાર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ રેટિંયો કાંતે તે અંગેની તૈયારીઓ થઈ રહી છે. આશ્રમમાં આવેલા હ્રદયકુંજમાં 73 વર્ષીય ટ્રમ્પ નીચે બેસીને રેંટિયો કાંતશે કે પછી તેમના માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવી પડશે તેની તૈયારીઓ ચાલી રહી છે.

Image result for ahmedabad riverfront night

રિવરફ્રન્ટનો નજારો માળશે ટ્રમ્પ

ગાંધીઆશ્રમમાં મહાનુભાવોની મુલાકાતને લઈ હ્રદયકુંજની પાછળ એક સ્ટેજ તૈયાર કરાયુ છે. જેમાં સ્ટેજ પર 10 મિનિટ પ્રાર્થના સભા કે અન્ય કાર્યક્રમના આયોજન અંગે વિચાર થઈ રહ્યો છે. પીએમ મોદી અને ટ્રમ્પ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવશે ત્યાર બાદ હ્રદયકુંજ જશે જ્યાંથી રિવરફ્રન્ટનો નજારો ટ્રમ્પને બતાવાશે, ત્યારબાદ ટ્રમ્પ મ્યુઝીયમની પણ મુલાકાત લેશે.