તાજા સમાચારગુજરાત

LRD ભરતી પ્રક્રિયામાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 62.5 ટકા માર્ક્સ મેળવનાર કોઈ પણ જ્ઞાતિની મહિલાની ભરતી થશે

271views

• LRD ભરતીમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
• મહિલાઓની 3,077 જગ્યા વધારીને 5,227 કરાઈ
• 62.5 ટકા માર્ક્સ મેળવનારની ભરતી થશે
• બક્ષીપંચની બેઠકો 1,834ના બદલે 3,248 બેઠકો કરાઈ
• આ ભરતીમાં વર્ષ 2018નો પરિપત્ર ધ્યાને નહી લેવાય

LRD મુદ્દે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. એલઆરડી ભરતી પ્રક્રિયામાં 62.5 ટકા મેળવેલી કોઈ પણ જ્ઞાતિની વિદ્યાર્થિનીઓની ભરતી કરાશે. આ અંગેની જાહેરાત કરતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યુ કે રાજ્ય તમામ વર્ગના પ્રતિનિધીઓની વાત ધ્યાનથી સાંભળી છે. વિવિધ જ્ઞાતિ અને જાતિના આગેવાનો સાથે ચર્ચા કરીને કોઈ પણ વર્ગને અન્યાય ન થાય તેવો નિર્ણય કર્યો છે.
• તમામ સમાજને મંજૂર હોય તેવી ફોર્મ્યુલા
ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે તમામ કેટેગરીમાં એલઆરડીની બેઠકો વધારાઈ છે. તમામ સમાજના વર્ગને ન્યાય મળે તેમજ તમામ સમાજને મંજૂર હોય તેવી સમાધાન ફોર્મ્યુલા ઘડાઈ છે.
• રાજ્ય સરકારની નવી ફોર્મ્યુલા
નવી ફોર્મ્યુલા મુજબ 62.5 ટકા મેળવેલી કોઈ પણ જ્ઞાતિન વિદ્યાર્થિનીઓની ભરતી કરાશે. રાજ્ય સરકારે એલઆરડી ભરતીની બેઠકો વધારીને કુલ 5,277 કરી છે. જેમાં જનરલ કેટેગરામં 883, બક્ષીપંચમાં 3,248, એસટી કેટેગરીમાં 511 મહિલાઓની ભરતી કરાશે. નીતિન પટેલે ભાર પૂર્વક જણાવ્યું કે એલઆરડીની આ ભરતી પુરતો વર્ષ 2018નો પરિપત્ર ધ્યાનમાં નહી લેવાય.