Uncategorized

LRD ભરતીમાં સરકારની સમાધાન ફોર્મ્યુલાને આંદોલનકારીઓના પ્રતિનિધીઓએ આવકારી, સરકારનો માન્યો આભાર

  • આંદોલનકારીના પ્રતિનિધીઓની સરકાર સાથે બેઠક
  • પ્રતિનિધીઓએ સરકારની સમાધાન ફોર્મ્યુલા સ્વીકારી
  • આંદોલનકારીઓએ સરાકરનો માન્યો આભાર
  • બંધારણ અને અનામતના અધિકારોની રક્ષા કરવા સરકાર કટિબદ્ધ – પ્રદિપસિંહ જાડેજા

LRD ભરતી પ્રક્રિયામાં રવિવારે સરકારે મહિલા ઉમેદવારો માટે 2,150 બેઠકો વધારી હોવા છત્તા કેટલાક આંદોલનકારીઓએ આંદોલન ચાલુ જ રાખ્યું હતુ. જોકે તમામ સમાજની વાતો સાંભળવા તૈયાર સરકારે કોંગ્રેસના નેતાઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી. સોમવારે ગાંધીનગરમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો, આંદોલનકારી નેતા પ્રવિણ રામ, પૂજા સાગઠીયા સહિતના પ્રતિનિધિ મંડળે સરકાર સાથે આ મામલે ચર્ચા કરી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથેની મુલાકાત બાદ આંદોલનકારીઓના પ્રતિનિધી મંડળે  સરકારે કરેલા નિર્ણય અંગે સંતોષ વ્યક્ત કરીને સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો. આ સાથે જ હવે એલઆરડી ભરતી પ્રક્રિયાને લઈને ચાલી રહેલા તમામ આંદોલનોનો સુખદ અંત આવ્યો છે.

કોંગ્રેસના ષડયંત્રની પોલ ખુલી

અનામત વર્ગના પ્રતિનિધીઓ સાથેની બેઠક બાદ પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે બંધારણની સાથે સાથે અનામતના અધિકારોની રક્ષા કરવા સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારે સુપર ન્યુમરીના માધ્યમથી મળવા પાત્ર અનામત કરતા અનેક ગણો વધારો કરીને ઉમેદવારોને તક આપી છે. કોંગ્રેસ માત્ર રાજકીય હિતોને સાચવવા અનામત અને બિન અનામત વચ્ચે તોફાનો થાય અને વયમનસ્ય ફેલાય તેવુ ષડયંત્ર કરી રહી હોવાનો આરોપ પ્રદિપસિંહ જાડેજાએ લગાવ્યો.