Uncategorized

તેજસના “તેજ”થી અંજાશે ભારતના દુશ્મનો, ભારતીય વાયુસેનાનાં સ્કવોડ્રનમાં શામેલ થશે 83 ‘તેજસ’ ફાઈટર જેટ

મોદી સરકારે સત્તામાં આવતાની સાથે જ સૌથી વધુ પ્રાથમિક્તા દેશની સુરક્ષાને આપી છે. ત્યારે દેશની સુરક્ષાને સુદ્રઢ કરવા મોદી સરકારે દેશના સૈન્ય બળને વધુ બલવાન બનાવવાના અનેક પ્રયાસો કર્યા છે. ત્યારે ભારતીય સેનાના બળમાં વધારો કરવા મોદી સરકાર દ્વારા વધુ એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ભારતીય વાયુસેનાનાં સ્કવોડ્રનમાં 83 ‘તેજસ’ ફાઈટર જેટ શામેલ થવાના છે.

ભારતીય વાયુ સેનાના કાફલામાં 83 સ્વદેશી ફાઇટર તેજસ વિમાનને સમાવશે કરવામાં આવવાનો છે. ખરેખર દેશી સૈન્ય ઉડ્ડયન ક્ષેત્રની સૌથી મોટી ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જે ડીલ હેઠળ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) ભારતીય વાયુ સેના (આઈએએફ) માટે 83 સિંગલ એન્જિન તેજસ ફાઇટર એરક્રાફ્ટ બનાવશે. આ ડીલની ખાસ વાત એ છે કે, અગાઉ તેની કિંમત 56,500 કરોડ રૂપિયા હતી, પરંતુ એચએલ હવે તેજસ વિમાન ભારતીય હવાઈ દળને ફક્ત 39,000 કરોડમાં અપાવશે. એક વર્ષ લાંબી વાટાઘાટ કારણે દેશને રૂ. 17,000 કરોડથી વધુનો ફાયદો થયો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુ સેના અને સંરક્ષણ મંત્રાલયે શરૂઆતમાં તેજસ માર્ક -1 એ જેટની તૈયારી અને જાળવણી માટે એચએએલ દ્વારા માંગેલી મોટી રકમથી આશ્ચર્ય થયું હતું. વાટાઘાટો બાદ આ સોદાને 39,000 કરોડ રૂપિયામાં ફાઇનલ કરવામાં આવ્યો છે. આ સોદા અંગે અંતિમ મંજૂરી માટે સુરક્ષા અંગેની કેબીનેટ સમિતિને મોકલવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે, 31 માર્ચ પર પૂરા થતાં આ નાણાકીય વર્ષ પહેલાં તેને મંજૂરી આપવામાં આવશે.

પાકિસ્તાન અને ચીન સામે દેશની સુરક્ષાને વધુ મજબૂત કરવા ઓછામાં ઓછા 30 સ્ક્વોડ્રન (દરેક સ્ક્વોડ્રોનમાં 18 જેટ) ની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને, એરફોર્સ ફાઇટર જેટ માટે સતત કરી રહી છે. જેના કારણે દેશની સુરક્ષામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર, એચએએલ ત્રણ વર્ષમાં લડાકુ વિમાનોની ડિલિવરી શરૂ કરવાનું વચન આપ્યું છે.