તાજા સમાચારગુજરાત

કોંગ્રેસની બાઈક રેલીમાં કાયદાની ઐતી – તૈસી, બંધારણ બચાવો રેલીમાં કાયદો જ ભૂલ્યા કોંગ્રેસના નેતાઓ

દેશભક્તિના નામે કાગારોળ મચાવતી કોંગ્રેસને દેશના કાયદાઓ સાથે કોઈ લેવા દેવા નથી. બંધારણ બચાવવાની બૂમો પાડતી કોંગ્રેસને કાયદાના પાલનમાં જરાય રસ નથી. અમદાવાદમાં સારંગપુરમાં યોજાયેલી કોંગ્રેસની બાઈક રેલીમા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ જોડાયા.

જોકે બાઈક રેલીની આગેવાની કરતા પ્રદેશ પ્રમુખ અને પરેશ ધાનાણીએ તો હેલમેટ ન પહેર્યુ પરંતુ તેમની સાથે જોડાયેલા કોંગ્રેસના કાર્યકરોએ પણ હેલમેટ પહેરવાની દરકાર ન લીધી.  શું કોંગ્રેસના નેતાઓ પોતાને કાયદાથી ઉપર માને છે. શું સામાન્ય નાગરિકોને જે કાયદા લાગુ પડે છે તે કોંગ્રેસને નથી લાગુ પડતા. હેલમેટના કાયદાનો સરેઆમ ભંગ કરીને કોંગ્રેસના પ્રદેશકક્ષાના નેતાઓ શું સાબિત કરવા માંગે છે.

બાઈક રેલી દરમ્યાન અન્ય વાહન ચાલકોને પણ અગવડ પડે તેવી રીતે નેતાઓ અને કાર્યકરોએ બાઈક ચલાવી. આમ બાઈક રેલી દરમ્યાન પોતે તો કાયદાનું પાલન કર્યુ નહી પરંતુ જે સ્વંય શિસ્તમાં ચાલતા વાહન ચાલકોને પણ અડચણરૂપ થવાનો પ્રયાસ કર્યો. જોકે લોકો તો કોંગ્રેસને ઓળખી લીધી છે લોકોમાં એ વાતની ચર્ચા છે કે જેને કાયદાનું ભાન નથી તેવી કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવમાં પણ અસમર્થ છે.