તાજા સમાચારગુજરાત

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી

101views
  • ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 26 માર્ચે યોજાશે ચૂંટણી
  • હાલમાં ભાજપ પાસે 3 અને કોંગ્રેસ પાસે 1 બેઠક
  • ભાજપના ચુની ગોહેલ, લાલસિંહ વાડોદીયા, શંભૂ પ્રસાદ ટુંડિયા
  • કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીનો પૂરો થઈ રહ્યો છે કાર્યકાળ

ગુજરાતમાં ફરી એક વખત રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એપ્રિલ મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની 4 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજાશે. હાલમાં ખાલી પડતી રાજ્યસભાની 4 બેઠકોમાંથી ભાજપ પાસે 3 અને કોંગ્રેસ પાસે 1 બેઠક છે.

ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો જેમાં ભાજપના ચુની ગોહેલ, લાલસિંહ વાડોદીયા અને શંભુ  પ્રસાદ ટુંડિયા અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો રાજ્યસભાની કુલ 11 બેઠકો છે જેમાંથી 7 બેઠકો ભાજપ પાસે છે.

રાજ્યસભાની ચૂંટણીનું ગણિત

ચારેય બેઠકોની ચૂંટણી એક સાથે થાય તો બન્ને ઉમેદવારોને સરખા પ્રેફરન્સ વોટ જોઈએ. એના માટે નિયમ ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં ઉમેરીને એક સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક સંખ્યા આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઈએ. રાજ્યસભામાં 4 બેઠકો ખાલી પડશે જેમાં એક ઉમેરતા 5 થાય, હાલ 179 ધારાસભ્યો છે જેને 5 વડે ભાગતા 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 થયા જેને પૂર્ણાંક ગણતા 37 મતોની જરૂર રહે.