Uncategorized

વિશ્વના અતિઆકર્ષક ગુગલના લેન્ડસ્કેપમાં સુરેન્દ્રનગરનું કોંઢ ગામ ઝળક્યું, આધુનિક ખેતીથી મેળવે છે 100 કરોડની આવક

ગૂગલે અવકાશમાંથી લીધેલી વિશ્વના અતિઆકર્ષક એવા નવા એક હજાર જેટલા લેન્ડસ્કેપની વિહંગમ તસવીરો જારી કરી છે. નવા એક હજાર દ્રશ્યો સાથે પૃથ્વી પરના આવા લેન્ડસ્કેપની તસવીરોની સંખ્યા 2500 જેટલી થઈ છે.. ગૂગલે અવકાશમાંથી લીધેલા પૃથ્વીના સુંદર ફોટોઝને વોલપેપરમાં ઉમેર્યા છે.

ગુજરાત માટે ગર્વ લેવા બાબત એ છે કે આ લેન્ડસ્કેપમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વિસ્તારોનો પણ સમાવેશ કરાયો છે.  સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામ અને તેની ફરતે આવેલા વિસ્તારનો પણ સમાવેશ કરાયો છે. 11 હજારની વસતીવાળા કોંઢ ફરતે 25 હજાર એકર જમીન છે, અહીના ખેડૂતો આધુનિક પદ્ધતિથી મુખ્યત્વે જીરૂ, કપાસ, મગફળી, તલ અને બાગાયતી પાકોની ખેતી કરે છે. સ્થાનિક કૃષિ નિષ્ણાંતોના મતે આ વિસ્તારના ખેડૂતો 100 કરોડની આવક કરે છે.

ગુગલ બ્લોગના પ્લોસ્ટ મુજબ છેલ્લા દાયકાથી એન્ડ્રોઈડ યુઝર્સે વોલપપેપને ક્રોમકોસ્ટ અને ગુગલ હોમના સ્ક્રીનશોર્ટ તરીકે ઉપયોગ કર્યો છે. ગુજરાતના કચ્છ, જામનગર, દ્વારકા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના 10થી વધારે આહલાદક લેન્ડસ્કેપ તસવીરો જારી કરાઈ છે.