તાજા સમાચારગુજરાત

ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદના નામે ઓરિસ્સનો તોડફોડનો વીડિયો વાઈરલ, ક્રાઈમબ્રાંચે નોંધી ફરિયાદ

340views

ગુજરાતની શાંતિ અને વિકાસ નહી જોઈ શક્તા કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝનો સહારો લઈ રહ્યા છે. કેટલાક શખ્યો અન્ય રાજ્યોના વીડિયોને અમદાવાદના નામે સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે જોકે સુરક્ષા એજન્સીઓએ આવા તત્વોના મનસુબા પર પાણી ફરેવી દીધું છે.

વાત એમ છે કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં એ નામથી વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે ડોલાન્ડ ટ્રમ્પ આવવાના હોવાથી દબાણ હટાવ ખાતુ ગરીબોની રોજીરોટી પર તોડફોડ કરીને જૂલમ કરી રહ્યા છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જેસીબી મશીનથી શાકભાજીની લારીવાળાઓને હટાવાઈ રહ્યા છે તો જેસીબીની મદદથી લારીઓને તોડાઈ રહી છે. પરંતુ હકિકતે આ વીડિયો અમદાવાદનો છે જ નહી. આ વીડિયોની તપાસ કરતા આ વીડિયો ઓરિસ્સાનો હોવાનુ સામે આવ્યું છે. વર્ગ વિગ્રહ અને વયમનસ્ય ફેલાય તેવી સ્થિતિ ઉભી કરવાનો આ વીડિયોના માધ્યમથી પ્રયાસ કરાયો છે. જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને આ વીડિયો આવતા ક્રાઈમબ્રાંચે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.