તાજા સમાચારદેશ

હવે ટ્રેનમાં ગુંજશે “જય શ્રી રામ”, ભારતીય રેલવે રામ ભકતો માટે શરૂ કરશે ટૂરિસ્ટ ટ્રેન, જાણો શું છે આ ટ્રેનની ખાસીયતો

160views

રામ મંદિરને લઇને રામ ભક્તો માટે એક બાદ એક સારા સમાચાર આવી રહ્યા છે. એક તરફ મોદી સરકાર તરફથી ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટનું ગઠન કર્યું છે. ત્યારે બીજી તરફ ભારતીય રેલવે રામ ભક્તોને અનોખી ભેટ આપવા જઇ રહી છે. જેમાં આગામી સમયમાં ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલ સ્થળોને આવરી લેવા માટે ખાસ ટૂરિસ્ટ ટ્રેન ફરી શરૂ કરવા જવાની છે.

આ સાથે રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવનું કહેવું છે કે, હવે રામાયણ સર્કિટ પણ IRCTC દ્વારા ચલાવવામાં આવશે. આ ટ્રેન માર્ચ મહિનામાં હોળી પછી શરૂ થાય એવી શક્યતા છે. આ ટ્રેનની વિશેષતા તેની રામાયણ થીમ છે એટલે કે, તેની અંદર પણ રામાયણની કલાકૃતિ હશે. બોર્ડે આ કલાકૃતિ રાખવાની મંજૂરી આપી દીધી છે.

કઈ સુવિધાઓ મળશે?

આ ટ્રેનમાં મુસાફરોને સ્લીપર ક્લાસમાં મુસાફરી કરાવવામાં આવશે. પ્રવાસ દરમિયાન રસ્તામાં મુસાફરોને ધર્મશાળા, હોલ અથવા મલ્ટિ શેરિંગ બેઝિઝ પર સ્ટે આપવામાં આવશે. તેમજ, મુસાફરોને સવારે ચા અને કોફી આપવામાં આવશે. આ ઉપરાંત, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ પેકેજમાં સામેલ છે. મુસાફરોને દરરોજ પીવાના પાણીની એક લિટર બોટલ આપવામાં આવશે. રસ્તામાં મુસાફરોને નોન એસી ગાડીઓથી લઈ જવામાં આવશે.

શ્રી રામાયણ એક્સપ્રેસના રૂટ

ભારતીય સ્થળોમાં અયોધ્યાના રામ જન્મભૂમિ અને હનુમાનગઢી, નંદીગ્રામનો ભારત મંદિર, બિહારમાં સીતામઢીનો સીતા મંદિર, વારાણસીનો તુલસી માનસ મંદિર અને સંકટ મોચન મંદિર, ઉત્તર પ્રદેશમાં સીતામઢીનો સીતા સમાહિત સ્થળ, ત્રિવેણી સંગમ, હનુમાન મંદિર અને પ્રયાગનો ભારદ્વાજ આશ્રમ તથા શ્રૃગવેરપુરમાં શ્રૃંગી ઋષિ મંદિર, ચિત્રકુટમાં રામઘાટ અને સતી અનુસુય્યા મંદિર, નાસિકમાં પંચવટી, હમ્પી અનજનદ્રી હિલ અને હનુમાન જન્મસ્થળ તથા રામેશ્વરમાં જ્યોતિર્લિંગ શિવ મંદિર સામેલ છે. શ્રીલંકામાં સીતા માતા મંદિર, અશોક વાટિકા, વિભિષણ મંદિર અને મુન્નેશ્વર-મુન્નાવરીના શિવ મંદિર સહિત અનેક સ્થળ છે.