Uncategorized

ત્રણ લાખ સ્વયંસેવકોના દાનથી તૈયાર થયું અમદાવાદમાં ગુજરાતનું સંઘ મુખ્યાલય, સંઘ પ્રમુખે કર્યુ લોકાર્પણ

291views

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે અમદાવાદમાં ગુજરાતના આરએસએસ મુખ્યાલયનું લોકાર્પણ કર્યુ. અમદાવાદના મણિનગરમાં તૈયાર કરાયેલા હેગડેવાર ભવનના લોકાર્પણ પ્રસંગે આરએસએસ સાથે જોડાયેલા પ્રચારકો અને કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા.ડૉ હેગડેવાર ભવનના નામથી તૈયાર થયેલી  ઈમારત માટે સંઘના ત્રણ લાખથી વધુ સ્વયં સેવકોએ 8 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

આ ભવનના બે બેઝમેન્ટમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. 55 વર્ષ જૂના આરએસએસના મુખ્યમથકને તોડીને નવી પાંચ માળની ઈમારત તૈયાર કરાઈ છે. જેમાં એમ. એસ. ગોલવાલકર, ભારતીય જન સંઘના પંડિત દિનદયાય ઉપાધ્યાयય જેવા દિગ્ગજો રહી ચૂક્યા છે.

હેગડેશ્વર સ્મારક સમિતિના ટ્રસ્ટી અમૃત કડીવાલાના મતે સંઘની જૂની ઓફિસ માણેકચોકમાં ભાડાના મકાનમાં ચાલતી હતી.  વર્ષ 1964માં તે સમયે આરએસએસના પ્રમુખ બાળાસાહેબ દેવરાસે તે મકાનનું ઉદ્દઘાટન કર્યુ હતુ. પાંચ દાયકા પછી ગુજરાતમાં આરએસએસ ભવનનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે તેની પાછળ લાખો સ્વયં સેવકો, શુભેચ્છકો અને સમર્થકોનો અમૂલ્ય ફાળો છે.

હેગડેવાર ભવનમાં સુવિધાઓ

  1. વરસાદી પાણીને એકઠા કરવાની સુવિધા
  2. વીજળી ઉત્પન્ન કરવા માટે સોલાર પેનલો
  3. બે બેઝમેન્ટમાં પાર્કિંગની સુવિધા
  4. શૌચાલયમાં ઉપયોગમાં લેવાતા પાણીની વ્યવસ્થા
  5. રહેણાંક રૂમ માટે 2 માળ, જૂદા જુદા હોલના 3 માળ