તાજા સમાચારગુજરાતદેશ

જૂઓ અંદરથી કેવું દેખાય છે ડોનાલ્ડ ટ્રમ્પનું પર્સનલ પ્લેન, 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ વસ્તુઓની ભરમાર

159views

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેટલા શક્તિશાળી છે તેવુ જ તેમનું પર્સનલ પ્લેન પણ હાઈટેક અને રોયલ લૂકથી ભરપૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પનું પર્સનલ પ્લેન બોઈંગ 757 સામાન્ય પ્રાઈવેટ જેટ કરતા ત્રણ ગણું મોટું છે. અંદાજે 100 મિલિયન યુએસ ડોલરની કિંમતના પ્લેનના ઈન્ટીરીયરમાં કેટલીક જગ્યાએ 24 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરાયો છે. 43 લોકો મુસાફરી કરી શકે તેવા આ પ્લેનમાં ટ્રમ્પ માટે બેડરૂમ, બાથરૂમ, ડ્રોઈંગ એરિયા, તેમજ મલ્ટીપ્લેક્સ મુવી સિસ્ટમ તો છે જ સાથે પ્લેનમાં રોલ્સ રોય્સના એન્જિનનો ઉપયોગ કરાયો છે. ટ્રમ્પનું પ્લેન 500 માઈલ પ્રતિ કલાકની ઝડપે સતત 16 કલાક સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે.

જૂઓ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પર્સનલ પ્લેન