Uncategorized

NPR મુદ્દે કોંગ્રેસમાં બે ફાંટા: મહારાષ્ટ્ર કોંગ્રેસ અને કોંગ્રેસના કેન્દ્રીય નેતાગણોનો અલગ રાગ

121views

કોંગ્રેસમાં અનેક વખત આંતરિક જૂથવાદ સામે આવતો હોય છે. તેવામાં હવે NPRનાં વિષયને લઇને કોંગ્રેસમાં જ બે ફાંટા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ NPR ને લઇને અલગ અલગ રાગ આલાપી રહ્યા છે. જેમાં એક તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ NPR નો વિરોધ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ NPR નો કાયદો મહારાષ્ટ્રમાં લાગુ કરવાની વાતો કરી રહ્યા છે.

સત્તામાં આવવા માટે તલપાપડ થઇ રહેલી કોંગ્રેસ ફરી એક વાખત સત્તામાં આવવા માટે મોદી સરકારના તમામ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. જે અંતર્ગત નાગરિકતા કાયદાને લઇને કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા દેશભરમાં અફવાઓ ફેલાવી હિંસાનું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું. અને હવે જ્યારે દેશની જનતા નાગરિકતા કાયદાના લાભોથી માહિતગાર થઇ ગઇ છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા NPR ને લઇને અફવાઓ ફેલાવામાં આવી રહી છે. પરંતુ કોંગ્રેસની સમસ્યા એ છે કે, NPR ને લઇને મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ અને કેન્દ્રીય નેતાગણોમાં વિરોધાભાષ જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ

NPR ને લઇને મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે ટ્વિટ કરીને કહ્યું કે, એક તરફ કોંગ્રસ પક્ષના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ ઈચ્છે છે કે NPR નો વિરોધ કરવામાં આવે. પરંતુ મહારાષ્ટ્રમાં જ્યા કોંગ્રેસ અને શિવસેનાની ગઠબંધનની સરકાર છે ત્યા 1 મી મેથી 15 જૂન સુધી NPR લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.