Uncategorized

મોદી સરકારની વધુ એક સિદ્ધી, ત્રણ વર્ષમાં રક્ષા ઉત્પાદનોની નિકાસમાં સાત ગણો વધારો

242views

મોદી સરકારના મેક ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત રક્ષા સેક્ટર પણ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે. સુરક્ષા માટેના ઉપકરણો બનાવવા દેશની રક્ષા ઈન્ડસ્ટ્રીઝમાં વિશ્વની અગ્રણી કંપનીઓ ઈન્વેસ્ટમેન્ટ માટે આગળ આવી રહી છે. આંકડાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે છેલ્લા ત્રણ વર્ષમાં રક્ષા નિકાસમાં 7 ગણો વધારો થયો છે. દેશમાં બનેલા રક્ષા ઉત્પાદનોની વિશ્વના 42 દેશોમાં નિકાસ થઈ રહી છે. સ્કીલ મેનપાવર અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પણ રક્ષા ઈન્ડસ્ટ્રીઝના ગ્રોથ માટે જવાબદાર પરિબળ છે.

મહત્વનું છે કે થોડા ગત સપ્તાહે જ ઉત્તરપ્રદેશના લખનૌમાં ડિફેન્સ એક્સપો 2020નું પીએમ મોદીના હસ્તે ઉદ્દઘાટન થયું. લખનૌના વૃદાવન યોજનાના સેક્ટર 15માં 43 હજાર વર્ગ મીટરમાં ફેલાયેલા ડિફેન્સ એક્સપોમાં દેશ વિદેશની જાણીતી રક્ષા કંપનીઓએ પોત પોતાના ઉત્પાદનો રજૂ કર્યા.

આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતુ કે ડિફેન્સમાં મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટથી ભારતની સુરક્ષા તો વધુ જ રહી છે સાથે સાથે આ સેક્ટરમાં રોજગારીની નવી તકો પણ સર્જાઈ રહી છે. તેમજ આગામી સમયમાં ભારત ડિફેન્સના ઉત્પાદનોમાં મેન્યુફેક્ચરિંગ હબ બને તે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે.