Uncategorized

Welcome Donald Trump, મોદી- ટ્રમ્પની મુલાકાતને ઐતિહાસિક બનાવવા માઈક્રો લેવલનું પ્લાનિંગ

68views
  • મોટેરા સ્ટેડિયમમાં કલાકારો લોકગીતોની બોલાવશે રમઝટ
  • ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાને અપાશે યાદગાર ભેંટ સોગાદો
  • વિશેષ આમંત્રિત મહેમાનોને બસ મારફતે સ્ટેડિયમ લાવવાની વ્યવસ્થા

અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની છબી લોકોના મનમાં સદાય યાદ રહે તે હેતુથી યુનિક પ્લાનિંગ થઈ રહ્યુ છે. રાજ્ય સરકાર અને અમદાવાદ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ઝીણવટપૂર્વક આ મહા મુલાકાતને લઈને એક એક મુદ્દા પર માઈક્રો લેવલનું પ્લાનિંગ કરી રહ્યા છે. ઉચ્ચ સરકારી સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગુજરાતી લોકગીતોના કલાકારો આ કાર્યક્રમ દરમ્યાન ગરબો રજૂ કરે ત્યારે મોદી અને ટ્રમ્પ પ્રતિકાત્મક રીતે રાસ રમે તે દ્રશ્ય ખૂબ જ આકર્ષક બની રહેશે.

Image result for modi and trump and his wife

અમેરિકાના પ્રથમ સન્નારી મેલેનિયા ટ્રમ્પને અપાશે સાંસ્કૃતિક ભેંટ સોગાદો

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકાના પ્રથમ સન્નારી મેલેનિયા ટ્રમ્પને રાજ્ય સરકાર તરફથી ગુજરાતની સંસ્કૃતિ અને કલાકારીગરીના નમૂનારૂપ ભેંટ સોગાદો અપાશે. મેલેનિયા ટ્રમ્પને પાટણના પટોળા અને જામનગરી બાંધણીનો સ્કાર્ફ તથા કચ્છી ભરતનો રૂમાલ અપાશે. સાથે જ સોના અને હાંથીદાતની બનેલી એક કાસ્કેટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ ભેંટમાં અપાશે.

Image result for motera stadium

મહેમાનોને સ્ટેડિયમ લાવવાની વિશેષ વ્યવસ્થા

કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને બસ દ્વારા જ મોટેરા સ્ટેડિયમ પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ છે. સલામતી અને ટ્રાફિકમાં અડચણ ન થાય તે માટે મોટેરા સ્ટેડિયમમાં વિશેષ મહેમાનોના કાફલા સિવાય અન્ય કોઈ વાહનોને સ્ટેડિયમ સુધી જવા દેવામાં નહી આવે. આમંત્રિત મહેમાનોના વિવિધ જૂથને અમદાવાદ અને ગાંધીનગરમાં તેમના નિયત કરેલા સ્થળેથી સિક્યુરીટી ચેકિંગ બાદ બસ મારફતે મોટેરા સ્ટેડિયમ લવાશે. મહત્વનું છે કે જૂનું મોટેરા સ્ટેડિયમ ક્રિકેટના અનેક રેકોર્ડનું પણ સાક્ષી રહ્યુ છે. સુત્રોના મતે આ મેદાન પર વર્લ્ડ રેકોર્ડ સર્જનાર કપિલદેવ અને સુનિલ ગવાસ્કરને પણ આમંત્રણ અપાશે. કારણે કે કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો તેમજ સુનિલ ગવાસ્કરે ટેસ્ટમાં 10 હજાર રન પુરા કરવાનો રેકોર્ડ આ જ મેદાન પર બનાવ્યો હતો.