Uncategorized

પારદર્શક રીતે ગુજરાતના લાખો ખેડૂતોને કરોડો રૂપિયાની સહાયની રકમ ચૂકવાઈ, ખેડૂતોની પડખે ઉભા રહેવાનો ધર્મ રાજ્ય સરકારે નિભાવ્યો

175views
  • કમોસમસી વરસાદથી અસરગ્રસ્ત 25.18 લાખ ખેડૂતોને 1896.95 કરોડની સહાય ચૂકવાઈ
  • 2.41 લાખ ખેડૂતો પાસેથી 4.81 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી
  • પીએમ કિસાન સન્માન નિધી હેઠળ 47.70 લાખ ખેડૂતોને 3132.54 કરોડ રૂપિયા ચૂકવાયા

ખેડૂતો માટે સંવેદનશીલ રાજ્ય સરકારે જે વાયદાઓ કર્યા હતા તેને કોઈ પણ વિવાદ વગર પૂરા કર્યા છે. વર્ષ 2019માં અતિવૃષ્ટી અને કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યુ હતુ. રાજ્યના કૃષિપ્રધાન આર. સી. ફળદુએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે સહાયની રકમ માટે 32 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી. જેમાંથી 25.18 લાખ ખેડૂતોને 1895.95 કરોડ રૂપિયાનું ચુકવણું રાજ્ય સરકાર તરફથી કરાયું છે. ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતોના ખાતામાં સહાયની રકમ પહોંચાડવાની પ્રક્રિયામાં ગેરરિતીની એક પણ ફરિયાદ થઈ નથી. સીએમ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સહાયની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરાઈ છે.

આ ઉપરાંત કૃષિપ્રધાને કહ્યુ કે ગુજરાતના 2.41 લાખ ખેડૂતો પાસેથી 4.86 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાઈ છે. જેમાં 1,662 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જ જમા કરાવાયા છે. તેમજ કેન્દ્રની પીએમ કિસાન સન્માન નિધી યોજના ખેડૂતોને ચૂકવાતી સહાયની રકમ પણ ખેડૂતોને મળી ચૂકી છે. ગુજરાતના 47.70 લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધી હેઠળ 3,132.54 કરોડ રૂપિયા જમા કરાવાયા છે. આ ઉપરાંત 28 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે અને હજુ બાકી રહેતા ખેડૂતોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે.

કૃષિપ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યુ કે કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ અંતર્ગત છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતના ખેડૂતોને 6,728.42 કરોડ રૂપિયા જમા કરાવાયા છે જે એક ઐતિહાસિક ઘટના છે અને ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

ખેડૂતોના ખાતામાં આવ્યા ખનખનીયા

  • કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગુજરાતના 25.18 લાખ ખેડૂતોને 1895.96 કરોડ રૂપિયાની સહાયની ચૂકવણી
  • ખેડૂતોના ખાતામાં સહાયની રકમ પહોંચાડવાની પ્રક્રિયામાં ગેરરિતીની એક પણ ફરિયાદ નહી
  • 2.41 લાખ ખેડૂતો પાસેથી 4.86 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદાઈ
  • મગફળી ખરીદી પેટે 1,662 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવાયા
  • પીએમ કિસાના સન્માન નિધી હેઠળ ગુજરાતના 47.70 લાખ ખેડૂતોને 3,123.54 કરોડ રૂપિયાની ચૂકવણી
  • દોઢ મહિનામાં રાજ્ય અને કેન્દ્રની યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 6,728.42 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની ઐતિહાસિક ઘટના
  • ગુજરાતના 28 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અપાયા