Uncategorized

દિલ્હીમાં કોંગ્રેસે 15 વર્ષ શાસન કર્યુ, પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતી શકી

133views

એક સમયે દિલ્હીમાં કોંગ્રેસનું શાસન હતુ અને સતત ત્રણ ટર્મ સુધી તેણે દિલ્હી વિધાનસભામાં બહુમતી સાથે સત્તા સંભાળી પરંતુ સત્તાના મદમાં ચૂર બનેલી કોંગ્રેસ લોકોની આશાઓ અને અપેક્ષાઓ પૂરી કરી શકી નહી અને સ્થિતિ એવી આવી કે વર્ષ 2015 એક પણ બેઠક નહી જીતી શકનાર કોંગ્રેસે 2020માં પણ પોતાના પતનનો સિલસિલો યથાવત રાખ્યો. વર્ષ 2020ની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નહી. દેશની સૌથી જૂની પાર્ટી માટે આ ખૂબ જ શરમજનક સ્થિતિ છે.

વર્ષ 1998ની વાત કરીએ તો કોંગ્રેસને 52 બેઠકો મળી ત્યાર બાદ બેઠકો સતત ઘટતી જ ગઈ. 2003માં 47 અને 2013માં કોમનવેલ્થ કૌભાંડના છાંટા ઉડતા કોંગ્રેસ 8 બેઠકો પર જ સમેટાઈ ગઈ..ત્યારબાદ 2015ની ચૂંટણીમાં તો દેશની સૌથી મોટી પાર્ટી દિલ્હીની ચૂંટણીમાં શૂન્ય બેઠક પર આવી ગઈ અને 2020માં પણ વોટશેર પણ ઘટ્યો અને એક પણ બેઠક મળી નહી.

દિલ્હીમાં શિખરથી શૂન્ય સુધીની કોંગ્રેસની સફર

વર્ષ                    બેઠક

1998                   52

2003                  47

2008                  43

2013                   8

2015                   00

2020                  00