તાજા સમાચારદેશ

ગર્વની વાત : દુનિયા થાકી ત્યારે એક ભારતીયે શોધ્યું વિક્રમ લેન્ડર

155views

તમામ દેશવાસીઓ માટે ખુશીના સમાચાર છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન – 2ના લેન્ડર વિક્રમનો કાટમાળ મળી ગયો છે. જેમાં અમેરિકાની અવકાશ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ ટ્વિટ કરીને માહિતી આપી છે કે તેમના લૂનર રિકનેન્સેસ ઓર્બિટર (LRO)એ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યું છે.

નાસા દ્વારા 17 સપ્ટેમ્બરે આ સાઇટનો ફોટો ઇશ્યૂ કર્યો હતો અને 32 લાખ પિક્સલવાળો આ ફોટો ભારતના ચેન્નાઇના શનમુગ સુબ્રમણ્યમે 17 દિવસ સુધી રોજ 4 થી 6 કલાકની મહેનત બાદ 3 ઓક્ટોબરના રોજ તેને આ કાટમાળ દેખાયો હતો.

ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા

નાસાના દાવા અનુસાર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ તેની ક્રેશ સાઇટથી 750 મીટર દૂર મળ્યો છે. કાટમાળના ત્રણ સૌથી મોટા ટુકડા 2×2 પિક્સલના છે. નાસાએ રાત્રે લગભગ 1:30 વાગ્યે વિક્રમ લેન્ડરના ઇમ્પેક્ટ સાઇટની તસવીર જાહેર કરી અને જણાવ્યુ કે તેમના ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા છે.