Uncategorized

રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહીં. રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય

રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહીં. રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા વાહનચાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિક વિસ્તારમાં હેલમેટને મરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દ્વિચક્રી વાહન ચાલકોને ફક્ત હાઇવે પર જ હેલ્મેટ પહેરવું પડશે.

આ બાબતે કૃષીમંત્રી આર.સી.ફળદુએ જાણકારી આપી કે,  સીએમ વિજયભાઇ રૂપાણી અને ડે.સીએમ નિતીનભાઇ પટેલની આગેવાનીમાં મળેલી કેબીનેટ બેઠકમાં વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારને ફરજિયાત હેલમેટ કાયદા વિશે લોકોની અનેક રજુઆતો આવી હતી. આ રજુઆતો અને હેલમેટ ફરજિયાત પહેરવાના નિર્ણયથી પડતી સામાજિક અગવડતાંઓને ધ્યાને રાખી કેબિનેટ બેઠકે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.  જેમાં સમગ્ર રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિક વિસ્તારમાં હેલમેટને મરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આ સાથે આ બંને વિસ્તારો સિવાયના તમામ હાઈવે અને ગામડાઓના એપ્રોચ રોડ પર હેલમેટ પહેરવો ફરજિયાત છે.