Uncategorized

રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા ભરતી મેળના કારણે 32 માસમાં 15.19 લાખ યુવાનોને મળી રોજગારી

રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા ભરતી મેળના કારણે 32 માસમાં 15.19 લાખ યુવાનોને મળી રોજગારી

રાજ્યમાં રોજગારીની મહત્તમ તકો ઉભી થાય તે હેતુ રાજ્ય સરકાર ભરતી મેળાનું આયોજન કરે છે. રાજ્ય સરકારના આ સફળ અભિગમના કારણે માત્ર 8 મહિનાના સમય ગાળામાં જીલ્લા રોજગાર કચેરીઓ દ્વારા 3.55 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. વર્ષ 2017થી લઇને 2019 સધીમાં રાજ્ય સરકાર દ્વારા કુલ 2387 ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 લાખ 67થી વધુ યુવાનોને ભરતી મેળા દ્વારા તથા 9 લાખ 51 હજારથી વધુ યુવાનોને રોજગારી કચેરી દ્વારા રોજગારી આપવામાં આવી છે.

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરેલી માહિતી મુજબ, વર્ષ 2017-18, 2018-19 અને એપ્રિલથી નવેમ્બર, ૨૦૧૯ સુધીના સમયગાળામાં સરકારે 2387 ભરતી મેળા યોજીને 5,67,903 યુવાનોને રોજગારી આપી હતી. જ્યારે રોજગાર કચેરીએ 9,51,306 યુવાનોને પ્લેસમેન્ટ આપ્યું હતુ. ભરતી મેળા અને રોજગાર કચેરી દ્વારા કુલ 15,19,209 લોકોને રોજગારા પૂરી પડાઈ છે.

વર્ષ

ભરતી મેળા મેળા દ્વારા

પ્લેસમેન્ટ

રોજગારી કચેરી દ્વારા પ્લેસમેન્ટ

2017-18

740 2,11,231 3,55,834

2018-19

1014 2,29,879

3,37,054

નવે. 2019 સુધી

633 1,26,793

2,28,418

કુલ 2387 5,67,903

9,51,306

સ્ત્રોત- શ્રમ રોજગાર વિભાગ

 

રાજ્ય સરકાર દ્વારા આગામી 20 ડિસેમ્બરથી અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી સાબરકાંઠા સહિતના ચાર જીલ્લાઓમાં યુવાનોને રોજગારી પુરી પાડવા મેગા જોબ ફેર યોજાશે. જેમાં 3 હજારથી વધુ યુવાનોને રોજગારી મળી રહેશે. આ મેળામાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ 15મી ડિસેમ્બર પહેલા રોજગારી કચેરીમાં નોટીફાઇડ કરાવવું જરૂરી રહેશે.