Uncategorized

અમદાવાદની DPS ઇસ્ટના 8૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય

115views

રાજ્ય સરકારે ડી.પી.એસ મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાને રાખીને અને સરકાર સમક્ષ આવેલી રજૂઆતોને લક્ષ્યમાં લઇને શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે અને છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા ડી.પી.એસ ઇસ્ટ સ્કુલ વિવાદનો સુખદ અંત આવ્યો છે. જેમાં ડી.પી.એસ ઇસ્ટનું સંચાલન રાજ્ય સરકાર કરવાની છે સાથે જ ધોરણ 1થી 12 ના જે વિદ્યાર્થીઓ હાલ આ ડી.પી.એસ માં અભ્યાસ કરે છે તેમને આ જ શાળા માં અભ્યાસ કરવા દેવાશે.

આ મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા એ આ નિર્ણયની ભૂમિકા આપતા કહ્યું કે, આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ 1થી 12 ના જે વિદ્યાર્થીઓ હાલ આ ડી.પી.એસ માં અભ્યાસ કરે છે તેમને આ જ શાળા માં અભ્યાસ કરવા દેવાશે. રાજ્ય સરકારના નિર્ણય પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રને હમેશાં પ્રાથમિકતા આપી છે અને રાજ્ય સાશનની  જનહિત જવાબદારી રૂપે આ નિણર્ય કરવામાં આવ્યો છે.