તાજા સમાચારગુજરાત

અમદાવાદમાં હીટ એન્ડ રન: કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારની ટક્કરે એક વ્યક્તિનું મોત નિપજ્યું

109views

વાહન ચાલકોની સુરક્ષાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટમાં નવા સુધારણા કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ નિયમોના વિરૂદ્ધ જઇને અનેક વખત મોટર વ્હીકલ એકટનો ભંગ કરતી રેલીઓ કાઢવામાં આવી હતી. અને કોંગ્રેસની નિયમો ભંગ કરવાની માનસિકતાના કારણે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક વ્યક્તિનો ભોગ લિધો છે.

ઘટનાની વાત કરવામાં આવે તો, શહેરના મેમનગરમાં ‘હીટ એન્ડ રન’માં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ટ્યુશનમાં ગયેલાં પુત્રને લેવા જતાં યુવકને ટક્કર મારીને ઈનોવા કાર પલાયન થઈ ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં ટુ-વ્હીલરના ચાલક પ્રફુલ્લભાઈ પટેલનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે સ્થાનિક લોકોનાં જણાવ્યા પ્રમાણે બેફામ ગતિએ ધસી આવેલી ઈનોવા કારનો ડ્રાઇવર ટુ-વ્હીલરને ટક્કર મારીને ભાગી છૂટ્યો હતો. અને કાર ચલાવતો વ્યક્તિ અમદાવાદના કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારનો ડ્રાઇવર છે.

ત્યારે પ્રશ્ન એ થાય કે, કેન્દ્ર સરકાર દ્વારા લોકોના હિત માટે લાગુ કરાયેલા નિયમોનો વિરોધ કરવાને જગ્યાએ આ કોંગ્રેસી ધારાસભ્યએ પોતાના ડ્રાઇવરને મોટર વ્હીકલ એકટના નિયમોનું થોડું જ્ઞાન આપ્યું હોત તો આજે એક માસુમની જીંદગી બચી ગઇ હોત.