તાજા સમાચારદેશ

બાપ રે.. કોંગ્રેસનો વધુ એક ભ્રષ્ટાચાર? 170 કરોડ રૂપિયાના મામલામાં આવકવેરા વિભાગે કોંગ્રેસને ફટકારી નોટિસ

170views

કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર પાયા વિહોણા ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવે છે. અને કોંગ્રેસ ભ્રષ્ટાચારના મુદ્દા સાથે મોદી સરકારેને ઘેરવાનો પ્રયાસ કરે છે, પરંતુ દર વખતે તેમના જ ભ્રષ્ટાચારી કારનામાઓ બહાર આવી જતા હોય છે. ત્યારે કોંગ્રેસનું વધુ એક ભ્રષ્ટાચારી કર્યા બહાર આવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.  જેમાં આવકવેરા વિભાગે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને નોટિસ આપી છે. કોંગ્રેસ પાર્ટીને આ નોટિસ રાજકીય ફંડને લઈને આપવામાં આવી છે. 2 ડિસેમ્બરે મોકલવામાં આવેલી નોટિસમાં હૈદરાબાદની એક કંપનીએ મોકલેલા પૈસાનો હિસાબ ન આપવાનું કારણ જણાવવામાં આવ્યું છે.

  • આ રીતે સામે આવી વિગત

ઉલ્લેખનીય છે કે ઈનકમ ટેક્સ વિભાગે છેલ્લા કેટલાક દિવસો પહેલાં હૈદરાબાદની એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ રેડ પાડી હતી. તેમાં જાણવા મળ્યું હતું તે કંપનીની તરફથી હવાલાની મદદથી કોંગ્રેસ પાર્ટીને 170 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. જેને લઈને ઈનકમ ટેક્સ વિભાગે તપાસ શરૂ કરી હતી. આ ફંડને સરકારી પ્રોજેક્ટના માટે અલગ રાખવામાં આવ્યું હતું અને તેનું બોગસ બિલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે કંપનીની તરફથી જે પણ બોગસ બિલ તૈયાર કરવામાં આવ્યા હતા તે તેમના સરકારી પ્રોજેક્ટની સાથે જોડાયેલા હતા અને તેનો સીધો સંબંધ ઈકોનોમિક વીકર સેક્શન સાથે હતો.

અનેક વખત કોંગ્રેસ મોદી સરકાર પર ભ્રષ્ટાચારનું કિચળ ઉછાળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે જ સમયે ભુતકાળમાં તેમના પક્ષ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે આવી જતા હોય છે. ત્યારે બીજી પર ભ્રષ્ટાચારનું કિચળ ઉછાળનાર કોંગ્રેસે પહેલા ભ્રષ્ટાચારથી ખદબદી ગયેલું પોતાનું વર્તમાનને સાફ કરવાની જરૂર છે.